Home દુનિયા - WORLD ગાઝાના આતંકવાદીઓ પાસે હજુ 138ને બંધક બનાવી રાખ્યા છે : ઈઝરાયેલે આંકડા...

ગાઝાના આતંકવાદીઓ પાસે હજુ 138ને બંધક બનાવી રાખ્યા છે : ઈઝરાયેલે આંકડા જાહેર કર્યા

28
0

(જી.એન.એસ),તા.૦૬

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. તે દરમિયાન ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝાના આતંકવાદીઓએ હજુ પણ 138 લોકોને બંધક બનાવ્યા છે. અગાઉ, ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે 137 બંધકો હજુ પણ ગાઝા પટ્ટીની અંદર છે અને તેમાં 20 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલે હવે ગાઝાના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલા 138 લોકોની ગણતરી કરી છે. આ યાદીમાં એક વ્યક્તિ ઉમેરવામાં આવી હતી, જેને અગાઉ હમાસના ઑક્ટોબર 7ના હુમલા પછી ગુમ ગણવામાં આવ્યો હતો..

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઑફિસે અપડેટ કરેલા નંબરો બહાર પાડ્યા છે, પરંતુ 138માં બંધકની પુષ્ટિ વિશે અથવા ઇઝરાયેલી અધિકારીઓએ તેમની સ્થિતિ કેવી રીતે ચકાસવામાં કરી તે વિશે કોઈ માહિતી આપી નથી. પહેલા ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે 137 બંધકો હજુ પણ ગાઝા પટ્ટીની અંદર છે અને તેમાં 20 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અધિકારીઓનું કહેવું છે કે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ લગભગ 240 લોકોને (ઇઝરાયેલ અને વિદેશી બંને)ને પકડી લીધા હતા. આ હુમલામાં 1,200 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા..

આ હુમલા પછી, ઇઝરાયલે ગાઝાને નિયંત્રિત કરતા ઇસ્લામિક જૂથ હમાસને ખતમ કરવાના હેતુથી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે અને 27 ઓક્ટોબરથી પેલેસ્ટિનિયન પ્રદેશમાં જમીન સૈનિકો મોકલ્યા છે. હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં ભયાનક હિંસામાં લગભગ 16,000 લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે નવેમ્બરના અંતમાં શરૂ થયેલા સાત દિવસના યુદ્ધવિરામમાં ગાઝામાં 105 બંધકોને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 80 બંધકોને ઈઝરાયેલની જેલમાં બંધ 240 પેલેસ્ટાઈન કેદીઓના બદલામાં મુક્ત કરવામાં આવ્યા હતા. યુદ્ધવિરામ પહેલા, પાંચ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી એકને ઇઝરાયેલની કાર્યવાહીમાં બચાવી લેવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશના રાજગઢમાં 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી, 8 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી
Next articleવિશ્વના અમીર દેશોમાં બાળકો ગરીબીની ઝપેટમાં છે : યુનિસેફના આંકડા જાહેર કર્યા