Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં મહિલા સફાઈ કામદારનાં પુત્રએ સ્યુસાઇડ નોટ લખીને નર્મદા કેનાલમાં...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં મહિલા સફાઈ કામદારનાં પુત્રએ સ્યુસાઇડ નોટ લખીને નર્મદા કેનાલમાં કુદી આત્મહત્યા કરી

19
0

(જી.એન.એસ),તા.૦૮

ગાંધીનગર,

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં મહિલા સફાઈ કામદારનાં પુત્રએ કેન્ટીન ખોલવાનું સપનું પૂર્ણ કરવા વ્યાજે લીધેલ 2 લાખ 30 હજારની અવેજીમાં સાત લાખનો હિસાબ કાઢી વ્યાજખોરો કોરા ચેક – લખાણના જોરે પૈસાની માંગણી કરી વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. આખરે યુવાને સ્યુસાઇડ નોટ લખીને નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતાં સેકટર – 7 પોલીસે એટ્રોસીટી – દુમ્પ્રેરણ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના સેકટર – 2/બી પ્લોટ નંબર 1407/1 માં રહેતા ઉર્મિલાબેન પ્રશાંતભાઈ મકવાણા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કરાર આધારીત સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. જેમનો 27 વર્ષીય પુત્ર પાર્થ બે મહિના અગાઉ ઘ-0 ઈન્ફોસીટી ખાતે ચાની લારી ચલાવતો હતો. પરંતુ તે ધંધો બંધ થઈ જતા હાલમાં બેરોજગાર જીવન ગુજારતો હતો.

આશરે બે માસ પહેલા પાર્થે પરીવારના સભ્યોને કહેલું કે, ઈન્ફોસિટી ખાતે સિક્યોરિટીનો પેટા કોન્ટ્રાક્ટ ચલાવતાં રાજુ રબારી પાસેથી કેન્ટીન ચાલુ કરવા માટે રૂ. 1.30 લાખ વ્યાજે લીધા હતા. જેને પૈસા પરત કરવા માટે ભાર્ગવ ગોસ્વામી પાસેથી રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. આ બન્ને વ્યાજખોરો પૈકી રાજુ રબારી રૂ. 1.30 લાખની સામે રૂ. 3 લાખ તેમજ ભાર્ગવ ગોસ્વામી બે લાખની અવેજીમાં 4 લાખ એમ કુલ. 7 લાખની કડક ઉઘરાણી કરી ત્રાસ રહ્યા છે. આથી ઉર્મિલાબેનનાં કૌટુંબિક માણસો પાર્થને લઈને ઈન્ફોસિટી રાજુ અને ભાર્ગવને મળવા ગયા હતા. પરંતુ બંને વ્યાજખોરો વ્યાજ સહિત ડબલ પૈસાની માંગણી કરી કોરા ચેક – લખાણનાં જોરે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ મુદ્દે ઊર્મિલાબેને વિગતે પૂછતાં પાર્થે બંનેને વ્યાજ – મૂડી ચૂકવી દીધા હોવાનુ જણાવ્યુ હતું. વાસ્તવમાં પાર્થને પૈસા લેવાના નીકળતા હોવા છતાં બંનેએ સાત લાખનો હિસાબ કાઢ્યો હતો. જેનાં કારણે પાર્થે ઘરેથી નીકળવાનું પણ બંધ કરી દીધું હતું.

ગત તા. ત્રીજી જાન્યુઆરીએ સવારના બાઈક ઉપર પાર્થ તેની માતાને સિવિલ કેમ્પસ ઉતારીને નીકળી ગયો હતો. જે મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતાં ઉર્મિલાબેને દીકરો ગુમ થયાની જાણવા જોગ નોંધાવી હતી. બીજી તરફ શોધખોળ દરમિયાન પાર્થનું બાઈક કરાઈ કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. અને છઠ્ઠી જાન્યુઆરીએ કરણનગર પાવર સ્ટેશન પાસેની કેનાલમાંથી પાર્થની લાશ મળી હતી. જેનાં ખિસ્સામાંથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં રાજુભાઈ રબારી, ભાર્ગવ ગોસ્વામી તથા કોઈ નિતીન મિસ્ત્રી તેમજ પાર્થ ચંદાવતની મમ્મી પાસેથી લીધેલ વ્યાજવા પૈસાની ઉઘરાણીના માનસિક ત્રાસના કારણે કંટાળીને આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ હતો. જેનાં પગલે સેકટર – 7 પોલીસે ઉક્ત ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજથી 2 દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે
Next articleપ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી