Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર સિવિલના ઇ.એન.ટી વિભાગમાં ડોક્ટર યોગેશ ગજ્જર દ્વારા 20 વર્ષીય યુવાનનું ડાબા...

ગાંધીનગર સિવિલના ઇ.એન.ટી વિભાગમાં ડોક્ટર યોગેશ ગજ્જર દ્વારા 20 વર્ષીય યુવાનનું ડાબા કાનની હાડકી સડાના કારણે મગજ સુધી પહોંચેલો સડાનું સફળ ઓપરેશન કરાયું

46
0

(G.N.S) Dt. 7

ગાંધીનગર,

ફરી એક વાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું..

દેશભરના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ગંભીર રોગો સામે ત્વરિત વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો માટે કાર્યાન્વિત કરી છે. આ યોજના હેઠળ રૂપિયા દશ લાખની કેશલેસ સારવાર આપવામાં આવે છે જે સાચા અર્થમાં આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

ગુજરાતનાં પાટનગર ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં વિજાપુરના ૨૦ વર્ષીય યુવાનને બન્ને કાનમાં જન્મથી રસી આવતી હતી. જે માટે તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ચેકઅપ કરાવવા આવ્યું હતું અને ડૉ. યોગેશ ગજ્જર (પ્રાધ્યાપક તથા વડા) દ્વારા તરત જ તપાસ કર્યા પછી ઇ.એન.ટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. કાન અને મગજ બંનેનો C.T. સ્કેન સિવિલ હોસ્પિટલ ખાતે કરી બીજા દિવસે પ્રથમ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ડાબા કાનની પાછળ ભરાયેલ પરૂને I &D સર્જરી કરીને ૫૦-૬૦ ML પરૂ કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ લગભગ ૬ દિવસ હેવી એન્ટિબાયોટિક આપવામાં આવી હતી અને પછી કાના સડાનું ફાઇનલ ઓપરેશન (MASTOID EXPLORATION) કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સડેલ હાડકી અને મગજની Dura & કાનની આજુબાજુમાં રહેલ તમામ બીમારીને સાફ કરવામાં આવી છે. દર્દીનું આ ઓપરેશન ડૉ. યોગેશ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું છે. એનેસ્થેટીક તરીકે ડૉ.શોભનાબેન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ડૉ.ધારાબેન અને તેમની ટીમે સેવાઓ આપી હતી. હાલ દર્દીની હાલત સ્થિર છે.

ડૉ. યોગેશ ગજ્જરે ઓપરેશન બાદ જણાવ્યું કે, કાનની બહેરાશનું એક મુખ્ય કારણ કાનની હાડકીમાં સડો હતો. આ બીમારીનો જો સમયસર ઈલાજ ન થાય તો કાનની આજુબાજુમાં આવેલ મગજના વિવિધ ભાગમાં ફેલાય તો દર્દીને વિવિધ પ્રકારની બીમારી થઇ શકે છે. જેમાં લકવો થવું, બેભાન થઇ જવું, માથામાં ખુબજ દુખાવો થવો અને ખેંચ આવવી વગેરે તેના મુખ્ય લક્ષણો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરવામાં આવી
Next articleઉત્તરાખંડના UCC બિલ પર મૌલાના અરશદ મદનીએ સવાલ કર્યો