Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સેકટર- ૧૫ કોર્મસ કોલેજ ખાતે આવેલા મત ગણતરી...

ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સેકટર- ૧૫ કોર્મસ કોલેજ ખાતે આવેલા મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે

18
0

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મત ગણતરી  કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમની લોંખડી સુરક્ષાનું નિરીક્ષણ કરી એ.આર.ઓ. સહિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

(જી.એન.એસ) તા. 3

ગાંધીનગર,

         લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના મતદાનની ઘડીઓ નજીક આવી રહી છે. ત્યારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં મત ગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ લીધી હતી. તેમણે મત ગણતરી સેન્ટર ખાતે એ.આર.ઓ. સહિત સંબંધિત અધિકારીઓ સાથે સુચારું આયોજન અંગે સમીક્ષા બેઠક કરી હતી.

         લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર છે. મતદાન સવારના ૭.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ સુધી યોજાનાર છે. મતદાન વધુ થાય તેના માટે જિલ્લા ચૂંટણી તંત્રએ અથાગ પ્રત્યન કરીને મતદાન જાગૃત્તિના અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર લોકસભાની ચૂંટણી ન્યાયિક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પણ તંત્રએ અનેકવિધ મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. મતદારોને મતદાન મથક પર તકલીફ ન પડે તે માટે તમામ મતદાન મથકો ખાતે પાર્કિગ, પીવાના પાણી, છાંયડા માટે મંડપ, છાશ, ઓ.આર.એસ જેવી અનેક પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

         મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ ઇ.વી.એમ. મશીન સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરના સેકટર- ૧૫ની સરકારી કોર્મસ કોલેજ ખાતે આવેલ સાત વિધાનસભા મતદાર વિભાગના સ્ટ્રોંગ રૂમની મુલાકાત જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે તમામ વિધાનસભા મતદાર વિભાગના સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી સ્થળનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. જયાં જરૂર જણાય ત્યાં યોગ્ય સૂચન અને માર્ગદર્શન પણ તેમની કક્ષાથી આપવામાં આવ્યું હતું.

         ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્ટ્રોગ રૂમ ખાતેની વિવિધ સુવિધા જેવી કે પોલીસ જવાનનો રાઉન્ડ ધ કલોક લોખંડી પહેરો, લાઇટ, પાણી જેવી સુવિધાની પણ ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત મતગણતરીના દિવસે મીડિયાના કર્મીઓની, રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓની, અધિકારીઓની બેઠક વ્યવસ્થા સંદર્ભે સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ એ.આર.ઓ.ને પોતાના વિધાનસભા મતદાર વિભાગમાં જરૂર જણાય તો તે અંગેનો યોગ્ય સુધારો કરવા પણ જણાવ્યું હતું. તેની સાથે બિલ્ડીંગની ફાયર સેફટીની વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. સ્ટ્રોગ રૂમની સુરક્ષા સાથે સાથે મતદાન પૂર્ણ થઇ ગયા બાદ વોટિંગ મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ થયા બાદ આ વિસ્તારની આસપાસ કે  અંદર કોઇપણ વ્યક્તિનાં  પ્રવેશ પર પ્રતિબંધની પણ સૂચના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

         આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા સહિત સાતેય વિધાનસભાના એ.આર.ઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજંતુનાશકોના અવશેષોને કાબૂમાં રાખવા ખેતી નિયામકની કચેરી દ્વારા નિવારણના પગલા જાહેર કરાયા
Next articleઅમદાવાદ જિલ્લામાં ચૂંટણીના દિવસે મતદારો માટે સૌપ્રથમ વખત ખાસ વ્યવસ્થા: 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કૂલરની સુવિધા કરાશે