Home ગુજરાત ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં શુક્રવારે પ્રથમ દિવસે ૩૫ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું

ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં શુક્રવારે પ્રથમ દિવસે ૩૫ ઉમેદવારી પત્રોનું વિતરણ થયું

45
0

*ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં એક ઉમેદવારે ફોર્મ ભર્યું

(જી.એન.એસ),તા.૧૨

ગાંધીનગર,

                ૦૬ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર થતાં આજથી ઉમેદવારી પત્રો આપવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ૩૫ ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. એક ઉમેદવારી પત્ર ભરાઇને આવ્યું છે, તેવું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું છે.

                ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં તા. ૧૨/૦૪/૨૦૨૪થી ઉમેદવારી પત્ર આપવા અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. પ્રથમ દિવસે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડવા માટે ૩૫ ઉમેદવારોએ કોરા ફોર્મ મેળવ્યા છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ફોર્મ ભરવાના પણ શ્રીગણેશ થયા છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં રાઇટ ટુ રીકોલ પાર્ટીના ઉમેદવાર શ્રી રાહુલ ચીમનભાઇ મહેતાએ પોતાનું ફોર્મ ભરીને જમા કરાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleIPL 2024ની 25મી મેચમાં 11મી ઓવરમાં RCB ખેલાડીએ ભૂલ કરતા બેંગલુરુની કારમી હાર
Next articleદૈનિક રાશિફળ (તા.૧૪-૦૪-૨૦૨૪)