Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર શહેર સહિત જિલ્લાના મોટા શોપીંગ મોલ ખાતે અવશ્ય મતદાન કરવા ગ્રાહકોને...

ગાંધીનગર શહેર સહિત જિલ્લાના મોટા શોપીંગ મોલ ખાતે અવશ્ય મતદાન કરવા ગ્રાહકોને શપથ લેવડાવવામાં આવ્યા:- વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના ચૂંટણી પર્વમાં સહભાગી થવા નાગરિકોને પ્રેરિત કરાયા

107
0

(G.N.S) dt. 9

ગાંધીનગર,

ભારત માટે ગૌરવ સમા લોકશાહીના અવસરમાં સૌ કોઇ ઉત્સાહભેર સહભાગી બને તેવા ઉમદા આશયથી ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃત્તિ અર્થે અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેુલ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ મોટા શોપીંગ મોલ અને બજારોમાં મતદાન જાગૃત્તિ અંગેના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી શ્રી ર્ડા. બી.એન. પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા મતદાન જાગૃત્તિ અર્થે વિવિધ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકશાહીના અવસરની ઉજવણીમાં મતદાન કરીને સૌ કોઇ સહભાગી બને તે માટે ગાંધીનગર શહેર સહિત કલોલ અને અન્ય તાલુકાના મોટા શોપીંગ મોલ કે માર્કેટ નજીક મતદાન જાગૃત્તિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર શહેરના ડી- માર્ટ અને કલોલ શહેરમાં સુપર મોલ જેવા વેપારી મથકો ખાતે ખરીદી કરવા આવતાં ગ્રાહકોને લોકસભા સામાન્ય ચૂંટણીનું સંદર્ભે આગામી તા. ૦૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાન વખતે લોકશાહીના આ અવસરમાં આપ અવશ્ય મતદાન કરીને સહભાગી બનશો,તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ મોલની અંદર ખરીદી કરવા આવતાં ગ્રાહકોને લોકશાહી દેશમાં મતદાન કરવું તે આપણી નૈતિક ફરજ છે, આ ફરજ અદા કરવામાં આપની ચૂક ન થાય તે યાદ રહે તે માટે મોલ કે માર્કેટની નજીક બેનર – હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા હતા. તેમજ ગ્રાહક આનંદ સાથે ખરીદી કરીને બિલ બનાવવા માટે કાઉન્ટર પર જાય અને નાણાંની ચુકવણી કરે તે સમયે Paid ના સિક્કા સાથે ’ મતદાન જરૂર કરીએ’ તે પ્રકારનો સિક્કો મારીને મતદાન કરવાનું ગ્રાહકની માનસપટ્ટ પર અંકિત કરાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.


ગાંધીનગર જિલ્લામાં શોપીંગ મોલ ખાતે આવતાં ગ્રાહકો માટે લોકશાહી અવસરમાં મતદાન જાગૃત્તિ અભિયાને નાગરિકોને પોતે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નાગરિક હોવાનું ગૌરવ આપાવ્યું હતું. તેમજ ઘણા ગ્રાહકોએ સામે ચાલીને અવશ્ય મતદાન કરીશું તેવા શપથ લીઘા હતા.
આ અભિયાનને સાર્થક કરવા માટે સ્વીપના નોડલ અધિકારી શ્રી ર્ડા. બી.એન. પ્રજાપતિ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ, મોરિયાનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો
Next articleનિફ્ટી ફયુચર ૨૨૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!