Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પીછો કરતાં બુટલેગર કાર રેઢિ મૂકીને નાસી છુટ્યો

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પીછો કરતાં બુટલેગર કાર રેઢિ મૂકીને નાસી છુટ્યો

23
0

કારમાંથી 32 પેટી દારૂ-બિયરનો જથ્થો જપ્ત કરાયો

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૦૨

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી પેથાપુરથી FSL કટ સુધી દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જો કે, બુટલેગર કાર રેઢિ મૂકીને નાસી ગયો હતો. બીજી તરફ પોલીસે કારમાંથી 32 પેટી દારૂ-બિયરનો 1224 નંગ જથ્થો જપ્ત કર્યો હતો. એલસીબી એ કુલ રૂ. 4.40 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાની ટીમ પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, વિજાપુર તરફથી સ્વીફટ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગાંધીનગર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે પેથાપુર ચોકડી ખાતે વોચ ગોઠવી દેવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મુજબની ગાડી વિજાપુર તરફથી આવતી દેખાતા પોલીસે ઈશારો કરીને ડ્રાઇવરને ઉભા રહી જવાની સૂચના આપી હતી. પરંતુ દારૂ ભરેલી ગાડીના ચાલકે ગાડી પૂરપાટ ઝડપે ગાંધીનગર તરફ હંકારી મુકી હતી. જેનાં પગલે પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો શરૂ કર્યો હતો. જેથી ગાડીના ચાલકે ગાડીને ચરેડી થઈ પ્રેસ સર્કલ થી ધ – 3 સર્કલથી પોલીસ ભવન, એફ.એસ.એલ બાજુ હંકારી મુકી હતી. જ્યાં ગાડી રેઢિ મૂકીને ચાલક બાજુમાં આવેલ ખુલ્લી ઝાડીઓમાંથી થઈ ભાગવા લાગ્યો હતો. જેનો પીછો કરવા છતા તે અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી રૂ. 1.40 લાખનો વિદેશી દારૂ – બિયરનો જથ્થો તેમજ બે ડુપ્લીકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી. જેનાં પગલે પોલીસે કુલ રૂ. 4.40 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field