Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 122 મિલ્કત ધારકોની યાદી તૈયાર

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 122 મિલ્કત ધારકોની યાદી તૈયાર

14
0

મિલ્કત ધારકોને વેરાની ઉઘરાણી માટે નોટિસો ફટકારવામાં આવશે

(જી.એન.એસ) ગાંધીનગર,તા.19

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 કરોડ 92 લાખ બાકી મિલ્કત વેરાની ઉઘરાણી માટે 122 મિલ્કત ધારકોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં મિલ્કત ધારકોને નોટિસો ફટકારવામાં આવશે. તેમ છતાં પણ મિલ્કત વેરો ભરવામાં નહીં આવે તો મિલ્કત જપ્તી સુધીના પગલા ભરવાની પણ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં 1 લાખ 95 હજાર જેટલી મિલકતોની આકારણી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ એક લાખની આસપાસ, મધ્ય ઝોનમાં 60 હજાર જેટલી અને ઉત્તર ઝોનમાં 35 હજાર જેટલી મિલકતો આવેલી છે. ગત વર્ષે મનપાનાં રેકોર્ડમાં 1 લાખ 78 હજાર મિલકતો હતી. જે આ વર્ષે 17 હજાર વધીને 1.95 લાખ થઈ છે. જેને લઈ કોર્પોરેશનની તિજોરીમાં અત્યારસુધીમાં મિલકતવેરાની 56 કરોડ 48 લાખ 38 હજાર 837 જેટલી વસુલાત કરાઈ છે. જે અંતર્ગત ઓનલાઈન રૂ. 22.88 કરોડ અને ઓફલાઈન રૂ. 33.43 કરોડથી વધુ વેરો ભરાયો છે.તેમાં દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ રૂ. 32.20 કરોડ, ઉત્તર ઝોનમાંથી રૂ. 12.45 કરોડ તથા મધ્ય ઝોનમાંથી રૂ. 10.60 કરોડની વસુલાત થવા પામી છે.કોર્પોરેશન દ્વારા હવે બાકીદારો પાસેથી મિલકતવેરાની વસુલાત માટે કમર કસવામાં આવી છે. જે મુજબ 122 બાકી મિલ્કત ધારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. મિલ્કત વેરાની 7.92 કરોડ જેટલી બાકી વસુલાત માટે બાકીદારો આગામી દિવસોમાં નોટિસ મોકલી આપવામાં આવશે. ત્રણ વખત નોટિસો આપ્યા પછી પણ મિલ્કત ધારકો વેરો નહીં ભરે તો મિલ્કત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને મળ્યા : અમિત શાહ
Next articleઆજે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી