(જી.એન.એસ)તા.૨૨
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં સાદી માટી ખનિજની ચોરીને અટકાવવા માટે આવા વાહનોનું ચેકીંગ કરવા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની ભૂસ્તર કચેરીને સૂચના આપવામાં આવી છે.સમગ્ર જિલ્લામાં ખનિજ લઇ જતાં વાહનોનું સધન ચેકીંગ ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઇકાલે ભૂસ્તર કચેરીની ટીમ દ્વારા પેથાપુર, ઘ-૦ અને પીપળજ નજીકથી બિનઅધિકૃત રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી માટી ખનિજ ભરીને જતાં સાત વાહનો પકડી પાડવામાં આવ્યા છે. કુલ રૃપિયા ૧.૭૫ કરોડ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે સઘન ચેકીંગ કાર્યવાહી કરવા માટે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર અધિકારી પ્રણવસિંહને જણાવ્યું છે. જેના પગલે ભૂસ્તર અધિકારી દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર સાદી માટી ખનિજનું વહન કરતાં વાહનોનું ચેકીંગ કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૦મી સપ્ટેમ્બરના રોજ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા પેથાપુર વિસ્તારમાંથી બિનઅધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ સાદી માટી ખનિજ વહન કરતાં પાંચ વાહનોને પકડી પાડયા હતા. આ તમામ વાહનોને પકડીને સીઝ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ઘ-૦ સર્કલ પાસેથી તથા પીપળજ ચેકપોસ્ટ ખાતેથી બિનઅધિકૃત ઓવરલોડ સાદીરેતી ખનિજ ભરી વહન કરતાં ડમ્પરોને પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ વાહનોને પીપળજ ચેક પોસ્ટ ખાતે રાખવામાં આવ્યા છે. આ ચેકીંગ અન્વયે કુલ રૃપિયા ૧.૭૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ સાત ડમ્પરના વાહનોના માલિકો અને કસુરદારો વિરુધ્ધ બનિઅધિકૃત ખનિજ વહન સબબ ગુજરાત મિનરલ્સ નિયમો-૨૦૧૭ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવા માટે જિલ્લા કલેકટરે સૂચના આપી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.