અમૂલ ડેરી સંસ્થા દ્વારા મતદાનના દિવસે મતદારો માટે છાશના ટેટ્રાપેકનું વિતરણ કરવા અંગે જિલ્લા કલેક્ટરશ્રી સાથે એમ.ઓ.યુ કરાયા
(જી.એન.એસ) તા. 4
ગાંધીનગર,
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગુજરાત રાજ્યમાં તમામ લોકસભા બેઠકો માટે તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.ત્યારે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે તમામ મતદાન મથકો ખાતે જરુરી આવશ્યક સુવિધાઓ માટેની વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.જેના ભાગરુપે ઘણી બધી સંસ્થાઓ સ્વેચ્છાએ આગળ આવી મત મથકો પર યથાશકિત સેવા આપવા સજ્જ છે. જેના ભાગ રૂપે અમૂલ ડેરી સંસ્થા તથા ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ દવે વચ્ચે મતદાર જાગૃતિ અને મત આપવા આવનાર મતદારોને મતદાન મથક ઉપર છાશ આપવા સંદર્ભે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
આ સમજૂતી કરાર મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર તથા કલોલ મતવિસ્તારમાં સંસ્થા દ્વારા ઠંડી મસાલા છાશના પેટ્રા પેક આપી ગરમી સામે મતદારોને રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ અવસરે વહિવટી તંત્રની સાથે જોડાઈ મતદારો માટે જુદી જુદી સેવાઓ આપનાર સંસ્થાઓને જિલ્લા કલેક્ટરશ્રીએ અભિનંદન પણ પાઠવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.