(જી.એન.એસ.ગાંધીનગર) તા.૧૭
ભારતીય bsf લશ્કરી ભરતી મેળામાં રાજસ્થાન હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનો ગુજરાતના ખોટા આધારકાર્ડ બનાવી ગુજરાત કોટામાં ભરતી થવા આવ્યા હતા. પરંતુ BSF ના જ્યારે અધિકારીઓ એમના ફિંગર મેચ ના થતા શંકા ગઈ ત્યારે તેમની કડક પૂછતાજ કરી ત્યારબાદ જાણ થઈ કે આ તમામ ઉમેદવારો ખોટા આધાર કાર્ડ બનાવી ગુજરાત કોટમાં ભરતી થવા આવ્યા છે. આ લોકોએ અગાઉ કોઈ પ્રેક્ટિકલ લેખિત પરીક્ષા આપી નથી. અને આ યુવાનો બીજાના બીજાના નામ ઉપર ભરતી મેળામાં ભરતી થવા આવ્યા હતા.આ બાબતે BSFના અધિકરી મંજિતસિંગ મનમોહન સિંગ કમાન્ડરે ગાંધીનગર ચિલોડા પોલીસને આ બાબતની જાણ કરી.ત્યારબાદ ચિલોડા પોલીસે ગુનો નોંધવામાં આવ્યો ગાંધીનગર dy.sp.એમ કે રાણા સાહેબ વિગત આપતા જણાવ્યું કે આ યુવાનોએ કોઈ લેખિત પરીક્ષા આપી નથી અને તેઓ ગુજરાતના રહેવાસી પણ નથી. અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી તે ખોટી રીતે BSF ભરતી મેળામાં ભરતી થવા માંગતા હતા.આ તમામ ડમી ઉમેદવારોની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા તેમના 10 દિવસના રિમાન્ડ મજૂર કરવામાં આવ્યા છે ત્યારબાદ જ આગળ ખબર પડશે કે આ ઉમેદવારો કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ અગાઉ કોઈ ભરતીમાં ગેરરીતિ કરી છે કે કેમ. હવે સવાલ એ છે કે જ્યારે આ ઇસમો દલાલ મારફતે નાણાં ભરી નથી આવ્યા અને ગુજરાતના પણ રહેવાસી નથી તો પછી કેવી રીતે BSF ગ્રાઉન્ડ માં ભરતી મેળામાં આ લોકો પ્રવેશ્યા? ઘણાં મહિના પેલા પણ ગુજરાત લોક રક્ષક દળની પરીક્ષામાં પેપર લિંક મામલે કેટલાક લોકોએ પોલીસે અટકાય કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના લોકો પણ શામિલ હતા. પરંતુ આજે ફરી એક વાર આ ફિલ્મ રીવર્સ થઈ રહી છે. કારણ કે અત્યાર સુધી તો નાના મોટા વિભાગો માં ગેરરીતિની પ્રક્રિયા થતી જોવા મળી હતી.પરંતુ હવે જયારે BSF માં આવું કાંડ થાય તો દેશની જનતા માટે આ કેવો મેસેજ છે.?આ તમામ ડમી ઉમેવારોની તપાસ કર્યા પછી પોલીસે આરોપીઓને કોર્ટ માં રજૂ કર્યા અને કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.