Home ગુજરાત ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 24 નવેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 24 નવેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

18
0

કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, કેશિયર,પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ, બેન્ક ઓફિસ સપોર્ટ સ્ટાફ સહિતની પોસ્ટ માટે જિલ્લા રોજગાર કચેરી ખાતે ભરતી મેળો યોજાશે

(જી.એન.એસ),તા.૨૨

ગાંધીનગર,

ગાંધીનગરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૨૪ નવેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી વિંગ, પહેલો માળ, સહયોગ સંકૂલ, ગાંધીનગર ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ધોરણ-૧૦ અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં શૈક્ષિણક યોગ્યતા મુજબ કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોશિયેટ, કેશિયર, પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ અને બેંક ઓફીસ સપોર્ટ સ્ટાફ માટેની નોકરીની ઓફર કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના રોજગાર વાંછુ ઉમેદવારો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ ભરતીમેળાનો લાભ લે તે માટે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘ખુશ્બુ ગુજરાત કી’: દિવાળીની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યાં
Next articleગાંધીનગરમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝની ૧૨મી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ