Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન- ૨૦૨૪ની બેઠક યોજાઇ

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન- ૨૦૨૪ની બેઠક યોજાઇ

37
0

(જી.એન.એસ) તા. 14

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા પ્રિ- મોન્સુન – ૨૦૨૪ની બેઠક જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં આગામી ચોમાસુ- ૨૦૨૪ દરમ્યાન વઘુ વરસાદ પડે તો શું તકેદારી રાખવી તેના પર સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ તમામ તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના પ્રિ- મોન્સુન પ્લાનની વિગતવાર માહિતી મેળવી હતી.

          બેઠકમાં કલેકટર શ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ- વાવાઝોડા સમયે જાનમાલને નુકશાન ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારની યાદી, સ્થળાંતર માટેના સ્થળોની યાદી અને તરવૈયાની યાદ ખાસ તૈયાર રાખવી. દરેક ગામના સરપંચ, તલાટી કે સ્વૈચ્છિક સંસ્થાની સંપર્ક નંબરની યાદી પણ તૈયાર કરવાની સંબંઘિત અધિકારીઓને જણાવ્યું હતું. અતિભારે વરસાદ, પુરના સંજોગોમાં ફસાઇ ગયેલા લોકોને બચાવવા એન.ડી.આર.એફ. કે ભારતીય સેના બોલાવવાની આવશ્યકતા જણાયે તો તેવી એન્જસીઓને મદદરૂપ થવા ઉપયોગી સંશાઘનો કર્મચારીઓની યાદી તૈયાર કરવી. તેમજ તાલુકા, ગામવાર રસ્તા, નદીઓ, તળાવો, રેલ્વેલાઇન વિગેરે મહત્વના સ્થાનો દર્શાવતા નકશા તથા ભૌગાલિક પરિસ્થિતિ અને રસ્તાના સામાન્ય જાણકાર એવા અનુભવી કર્મચારીઓની પણ યાદી ખાસ રાખવી. તેની સાથે બચાવ- રાહત કાર્ય માટે વપરાતા ડમ્પર, ડીવોટરીંગ પંપ સેટ, બુલડોઝર, જનરેટર, હોડીઓ, લાઇફ બોયા, લાઇફ જેકેટ વગેરેની ચકાસણી કરી લેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેની સાથે અતિભારે વરસાદના સમયે માનવ મૃત્યૃ, પશુ મૃત્યૃના કિસ્સામાં નિયમોનુસાર સહાય ચુકવવાની કાર્યવાહી કરવી. કેશ ડોલ્સ ચુકવણી- ઘરવખરી સહાય ચુકવણી, ફુડ પેકેટ વિતરણ કરવાના સંજોગો ઉભા થાય તેની પહોંચી વળવા તાલુકા કક્ષાએ એન.જી.ઓ.ની એક યાદી રાખવા પણ જણાવ્યું હતું.

        વઘુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આવતા કાંસની યોગ્ય સફાઇ કરવા અને માર્ગો પરના જોખમી વૃક્ષો, મકાન- ઇમારત વગેરેની મુલાકાત લઇને દૂર કરવા અને દૂર કરી શકાય તેમ ન હોય તો યોગ્ય સાઇન બોર્ડ કે બેરીકેટીંગ કરવા. ચોમાસાને અનુલક્ષીને શહેરના નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા, વોકળા અને પાણીનો યોગ્ય નિકાલ કરતી લાઇનોની સ્વચ્છતા કરવા પણ જણાવ્યું હતું. વાવાઝોડું કે વરસાદના કારણે જિલ્લામાં પડી ગયેલા વૃક્ષો ખસેડવા, ઇલેક્ટ્રીક થાંભલા, ટેલીફોન થાંભલા પડી ગયા હોય તો તત્વરિત કાર્યવાહી કરવાનું સુચારું આયોજન કરવા પણ સંબંઘિત અધિકારીઓને સૂચના આપી હતી.

        કલેકટરશ્રીએ ચોમાસાની સિઝીનમાં લોકોને સરળતાથી અને ઝડપી આરોગ્ય સારંવાર મળી રહે, પાણી જન્ય રોગચાળો ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. તેમજ સી.એચ.સી. અને પી.એચ.સી. હસ્તક રહેલી એમ્બ્યુલન્સ યોગ્ય છે કે નહિ, તેની ચકાસણી કરવા પણ ભારપુર્વક જણાવ્યું હતું. તેની સાથે પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે વેક્સીનેશનની કામગીરી કરવા અને મૃત પશુઓનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે જોવા માટે પણ સંબંઘિત અધિકારીને ખાસ સૂચના આપી હતી. વાવાઝોડા પુરની પરિસ્થિતિમાં જિલ્લામાં અનાજ, કેરોસીન, ખાધ તેલ સહિત આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સરળતાથી ઉપલબ્ઘ થઇ શકે તેવી વ્યવસ્થા કરવા પણ સંબંઘિત અધિકારીને સૂચના આપી હતી. જિલ્લામાં ફુડ, કેરોસીન, પ્રેટ્રોલ, ડીઝલ જળવાય રહે તેની ખાસ તકેદારી રાખવી અને તમામ વ્યાજબી ભાવના દુકાનદારોની સંપર્ક નંબરની યાદી તૈયાર રાખવા પણ જણાવ્યું હતું.         કલેકટરશ્રીએ ગાંધીનગર જિલ્લામાં જર્જરિત વિજપોલનો સર્વે કરી ચોમાસુ શરૂ થાય તે પહેલા જરૂર જણાય તેવા તમામ વીજપોલ બદલવા પણ જણાવ્યું હતું. વીજ સેવા કોઇ જગ્યાએ ખોરવાય તો ત્વરિત ચાલું થઇ શકે તેની ખાસ તકેદારી રાખવા માટે પણ સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. તેમના આયોજનની માહિતી મેળવી હતી. શાળાના મકાનની સલામતીની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું. તેની સાથે જિલ્લાના તમામ એસ.ટી. રૂટના ડ્રાઇવરો તેમના રૂટમાં આવતા પુલ- નદી- નાળા કે પાણીના વોંકળામાં ભારે વરસાદની પરિસ્થિતિમાં પાણીનો પ્રવાહ વહેતો હોઇ ત્યારે બસો આ રૂટ પર ન લઇ જવા ડ્રાઇવરને ખાસ સૂચના આપવા જણાવ્યું હતું. તાકીદની પરિસ્થિતિમાં એસ.ટી. બસો જરૂરી માનવબળ સાથે ઉપલબ્ઘ થાય તે રીતે તૈયારી રાખવા પણ સંબંઘિત અધિકારીને જણાવ્યું હતું.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, નિવાસી અધિક કલેકટર શ્રી દિવંગત બ્રહ્મભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જિજ્ઞાસા વેગડા સહિત તમામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને સંબંધિત જિલ્લાના અધિકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતના માંગરોળ તાલુકામાં આવેલ બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજ દ્વારા પીલવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી 
Next articleફેક કોલ – ડીઓટી/ટ્રાઈ વતી તમારો મોબાઈલ ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપતા કોઈ પણ કોલ ન લો અને www.sancharsaathi.gov.in રિપોર્ટ કરો