Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ ગાંધીનગર તાલુકાના લીંબડિયા અને દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામની...

ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ ગાંધીનગર તાલુકાના લીંબડિયા અને દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામની મુલાકાત લીઘી

15
0

(જી.એન.એસ) તા. 22

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ દહેગામ તાલુકાના વાસણા રાઠોડ અને ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામની ઓચિંતી મુલાકાત લીઘી હતી. તેમણે ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે મુક્ત મને સંવાદ કરીને તેમના પ્રશ્નો પર ચર્ચા- વિર્મશ કર્યો હતો.

         ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે એ ગામના પ્રશ્નોને વાચા આપવાના ઉમદા ભાવ સાથે તા. ૨૨મી જૂનના રોજ ગાંધીનગર તાલુકાના લીંબડિયા ગામની મુલાકાત લીઘી હતી. આ મુલાકાત સમયે તેમની સાથે ગાંધીનગર તાલુકાના મામલતદાર શ્રી હરેશ પટેલ પણ સાથે રહ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીએ ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી અને સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે બેઠક કરી હતી. તેમણે ગામના વિકાસમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમજ ગામમાં સરકારની આયુષ્માન ભારત, વિધવા સહાય જેવી ફ્લેગશીપ યોજનાના લાભથી કોઇ વંચિત ન રહે તેની ખાસ જવાબદારી અને રસ લઇ સરપંચશ્રીને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવા માટે સૂચન કર્યું હતું.

         લીંબડિયા ગામમાં જિલ્લા કલેકટરશ્રી સમક્ષ ગામના નાગરિકો દ્વારા વીજળી, રસ્તા, ભૂસ્તર શાસ્ત્ર અને નર્મદા નિગમને સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રશ્નો સાંભળ્યા બાદ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા તમામ વિભાગના જિલ્લાના સંબંધિત અધિકારી સાથે ટેલિફોનિક વાત કરીને લીંબડિયા ગ્રામજનોના પ્રશ્નનો તત્વરિત નિકાલ લાવવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.

આ જ રીતે      દહેગામ તાલુકા વાસણા રાઠોડ ગામની જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેની મુલાકાત દરમ્યાન દહેગામ મામલતદાર શ્રી રોનક કપૂર સહિત સ્થાનિક તંત્ર જોડાયું હતું. ગ્રામજનો સાથે બેઠક કરીને તેમના પ્રશ્નોની રજૂઆત તેમણે સાંભળી હતી. જે પ્રશ્નનો ત્વરિત અને જિલ્લા કક્ષાએથી ઉકેલ આવી શકે તેમ હતો, તે પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત અધિકારી સાથે વાત કરી હતી. આ પ્રશ્નનો ઉકેલ લાવવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.

         બન્ને ગામની મુલાકાત દરમ્યાન તા. ૨૩મી જૂન, ૨૦૨૪ના રોજ યોજાનાર પોલિયો રસીકરણ અભિયાનમાં ગામના તમામ બાળકોનું રસીકરણ થાય તે અંગે ગ્રામજનોને અપીલ કરી હતી. તેમજ આગામી સમયમાં રાજયભર સહિત ગાંધીનગરમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમ્યાન ગામનો કોઇપણ બાળક શાળામાં પ્રવેશ વગર ન રહે સૌ કોઇ આ કાર્યક્રમમાં સહભાગી થાય તેવી પણ અપીલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ-3 ખાતે ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’નું ઉદઘાટન કર્યું
Next articleસાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતાં જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.