Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કોલેરા – ઝાડા-ઉલટીને ઝડપી નાથવા માટે આરોગ્ય...

ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કોલેરા – ઝાડા-ઉલટીને ઝડપી નાથવા માટે આરોગ્ય તંત્ર અને સંબંધિત અધિકારીઓની બેઠક યોજાઇ

30
0

ગાંધીનગર જિલ્લામાં આજદિન સુધી કુલ- ૯૮ કોલેરાના કેસો :  ૩૬ દર્દીઓ સારવાર હેઠળ

(જી.એન.એસ) તા. 3

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ઝાડા-ઉલટીના કુલ – ૩૨ કેસો મળી આવ્યા છે. જેમાં દહેગામમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. જિલ્લામાં ઝાડા-ઉલ્ટીના રોગ માટે ૫૧ દર્દીઓને ઓ.પી.ડી. ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. તેમજ હાલમાં કુલ ૩૬ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગાંધીનગર જિલ્લામાં કોલેરા- ઝાડા અને ઉલટીને નાથવા માટે સઘન ઝુંબેશ કરી ઝડપી અટકાયતી પગલાં ભરવા માટે આજે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને આરોગ્યની ટીમ અને સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

         આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ કોલેરાને નાથવા માટેની કાર્યવાહી સધન ઝુંબેશ રૂપે કરવા માટે સર્વે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેની સાથે નિયમિત રીતે તમામ ઘરોનો સર્વે કરવા અને શુધ્ધ અને કલોરિનયુક્ત પાણી પીવા માટે લોકોને જાગૃત કરવાની ખાસ ઝુંબેશ કરવા જણાવ્યું હતું. તેમજ નાગરિકોને તબિયત નાજુક જણાય તો તાત્કાલિક સારવાર લેવા માટે અપીલ કરવા પણ જણાવ્યું હતું. લોકોને સરળતાથી અને ઝડપી આરોગ્ય સેવા મળી રહે તે માટે સર્વે આરોગ્ય ટીમને ખડપગે રહેવાની સૂચના આપવામાં આવી હતી. બરફની ફેકટરીઓ, બરફના ગોળાઓનું વેચાણ બંધ કરવાની સૂચના આપી હતી.

         આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કુલ- ૩૦ નવા કોલેરાના કેસ મળ્યા છે. તેમજ કલોલ અને ગાંધીનગરમાં એક પણ કેસ કોલેરાનો નોંધાયો નથી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બે કોલેરાના કેસ મળ્યા છે. હાલમાં ગાંધીનગર જિલ્લાના ૩૬ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરમાં પાંચ દર્દીઓ, એસડીએચ-સીએચસી-પીએચસીમાં ૨૪ અને ખાનગી હોસ્પિટલમાં ૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

         આજદિન સુધી ગાંધીનગરમાં કોલેરાને નાથવા માટે દહેગામ, કલોલ, ગાંધીનગર અને મહાનગરપાલિકામાં ૧૭૩ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જેમાં ૪૦૫ પેરામેડિકલ સ્ટાફ કાર્યરત છે. ૧૬,૩૧૫ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. તેમજ ૪,૨૨૩ ઘરોનો રી- સર્વે કરવામાં આવ્યા છે. આ સર્વે દરમ્યાન ૬૯,૦૧૭ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે. ૧૨૬૮ રેસીડયુઅલ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેની સાથે ૧૩,૭૫૩ કલોરિન ટેબલેટનું અને ૮,૮૮૨ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન પર રોય કપૂર ફિલ્મ્સ દ્વારા બાયોપિકની જાહેરાત કરવામાં આવી
Next articleટી૨૦ વર્લ્ડ કપ: ઓમાન સામે સુપર ઓવરમાં નામિબિયાની થઈ જીત