Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં સેક્ટર -11 રામકથા મેદાન ખાતે “મિલેટ મહોત્સવની” ઉજવણી કરવાનું આયોજન

ગાંધીનગર જિલ્લામાં સેક્ટર -11 રામકથા મેદાન ખાતે “મિલેટ મહોત્સવની” ઉજવણી કરવાનું આયોજન

13
0

મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ, ૨૦૨૫

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

વડાપ્રધાનશ્રીના મિલેટ માઇન્ડફુલનેસની જાગૃતિના અભિયાનને સાર્થક કરવા રાજયમાં મિલેટ પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા અને મિલેટ આધારિત પ્રોડક્ટ્સના પ્રદર્શન સહ વેચાણ હેતુ તા.૦૮/૦૨/૨૦૨૫ અને તા.૦૯/૦૨/૨૦૨૫ દરમ્યાન બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ, ૨૦૨૫ નું અમદાવાદ, સુરત, જામનગર, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ કુલ સાત મહાનગર પાલિકા ખાતે તેમજ તે પૈકી અમદાવાદ મહાનગરપાલિકા ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે જે પૈકી ગાંધીનગર જિલ્લામાં સેક્ટર 11 રામકથા મેદાન ખાતે મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ એટલે કે “International year of Milets” જાહેર કર્યું હતું. બરછટ અનાજનાં મહત્વને ઓળખી લોકોને પોષણયુક્ત ખોરાક પુરા પાડવા દેશ તથા વૈશ્વિક સ્તરે તેની માંગ ઊભી કરવામાં ભારત અગ્રેસર રહી એક પથદર્શક રાષ્ટ્ર બન્યું છે.  પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા વર્ષોમાં ‘Millet Mindfulness’બનાવવા માટે જાગૃતિ લાવવા માટે આગ્રહ કર્યો છે. જે ધ્યાને લઇ મુખમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં  રાજયના ખેડૂતોને “મિલેટ”એટલે કે, જાડા, બરછટ, હલ્કા ધાન્યો જેવાકે, જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી, રાગી, વિગેરેના માર્ગદર્શન, પ્રાકૃતિક કૃષિ દ્વારા ટકાઉ ખેતી, આધુનિક તાંત્રિકતા, મિલેટ ના વાવેતર વિસ્તાર વધારવા અને મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી મિલેટ પ્રોડક્ટના પ્રદર્શન સહ વેચાણ હેતુ તા.૦૮/૦૨/૨૦૨૫ થી તા.૦૯/૦૨/૨૦૨૫ દરમ્યાન બે દિવસીય રાજ્ય કક્ષાના *મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ, ૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકામાં સાબરમતી, રીવર ફ્રંટ ખાતેથી  ઉદઘાટન  મુખ્ય મંત્રીશ્રી ભુપેંદ્રભાઈ પટેલ ના વરદ હસ્તે તથા મંત્રીશ્રી કૃષિ રાઘવજીભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ની ગરિમામય ઉપસ્થિતિમાં તા.૦૮/૦૨/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું.તથા આ મિલેટ મહોત્સવ નું સમાપન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતી માં તા.૦૯/૦૨/૨૦૨૫ ના રોજ કરવામાં આવશે

જિલ્લા કક્ષાના “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫* ના કાર્યક્રમ જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ ખાતે રાજ્યના મહાનુભાવો અને સ્થાનિક પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતમાં યોજાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field