Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી અટકાવવાનાં પ્રણ સાથે કલેકટરશ્રી મેહુલ કે. દવે...

ગાંધીનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી અટકાવવાનાં પ્રણ સાથે કલેકટરશ્રી મેહુલ કે. દવે સહિત ભૂસ્તર તંત્ર સજ્જ

6
0

(જી.એન.એસ) તા.૫

ગાંધીનગર,

કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસોમાં વાહન ચેકીંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરી સાદીરેતી અને સિલીકા સેન્ડ ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૬ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જે  ડમ્પર નં. GJ-18-AZ-8457,  ડમ્પર નં. RJ-25-GA-7598,  ડમ્પર નં. GJ-27-TT-8093,  ડમ્પર નં. GJ-13-AW-5911,  ડમ્પર નં.GJ-13-AW-7449, ડમ્પર નં.GJ-13-AX-4230 માં એમ કુલ છ વાહનોમાં કુલ ૮૮.૨૨ મે.ટન ખનિજના સાથે કુલ આશરે ૧૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જે જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં થતી ખનીજ ચોરીને અટકાવવા અને ભૂ માફીયાઓ થકી થઈ રહેલ આ ગેરકાયદે પ્રવૃત્તિ સંપૂર્ણ નાબૂદ કરવાના પ્રણ સાથે પાછલા ઘણા સમયથી ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવેની સુચના થકી ભૂસ્તર તંત્ર દ્વારા માત્ર ચાલુ દિવસેજ નહીં, પણ જાહેર રજાના  દિવસોમાં પણ ચેકીંગ કામગીરી કરી આ ગેરકાયદે પ્રવૃત્તિને સંપૂર્ણ પણે ડામવા માટે સરાહનીય કામગીરી કરી થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field