Home ગુજરાત ગાંધીનગર જિલ્લાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ તથા સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ કોલવડા...

ગાંધીનગર જિલ્લાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ તથા સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ કોલવડા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સફાઈ અભિયાન યોજાયું

18
0

(જી.એન.એસ),તા.૨૬
‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં સંસ્થાઓ, અગ્રણીઓ ,સરકારી કચેરીઓ, શાળા, કોલેજો, એનજીઓ દરેક વર્ગ સ્વચ્છતા યજ્ઞમાં પોતાનું નોંધનીય યોગદાન આપી રહ્યા છે.આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે.ત્યારે ગાંધીનગરનાં ખુણે ખુણે પહોંચી લોકો દ્વારા સ્વચ્છતાના કાર્યો થઈ રહયા છે.
આ અભિયાન અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ ઓક્ટોબરના રોજ સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં હોટેલ મેનેજમેન્ટ સ્ટાફ,વિધાર્થીઓ તથા મહાનગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા
ઉપરાંત ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ખાતે કોલેજ ના સ્ટાફ, સ્ટુડન્ટસ્ તેમજ એન.એસ.એસ યુનિટ અને સફાઈકર્મીઓના સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાવટી એન્ટીબાયોટીક દવાઓ તથા ગર્ભપાત માટે વપરાતી દવાઓનું ગેરકાયદેસર વેચાણ પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
Next articleમુંબઈના બાંદ્રામાં પ્રીતિ ઝિંટાએ ખરીદ્યો કરોડોનો આલીશાન ફ્લેટ