(જી.એન.એસ) તા.૨
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા. ૨૬મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ સવારના ૧૧.૦૦ કલાકે સભાખંડ, પ્રથમ માળ, કલેકટર કચેરી, સેકટર- ૧૧, ગાંધીનગર ખાતે યોજાશે. જિલ્લાના નાગરિકો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોતાની ફરિયાદ કે પ્રશ્ન તા. ૧૦મી ડિસેમ્બર,૨૦૨૪ સુધી કલેકટરશ્રી, ગાંધીનગરને મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. ન્યાયની કોર્ટના ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતાં પ્રશ્નો, સબ જયુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા નોકરી લગતાં પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહિ. રજુ કરવામાં આવનાર પ્રશ્નોના કવર ઉપર ’ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૬/૧૨/૨૦૨૪’ એમ અચુક લખવા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમના દિવસે અરજદારે ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.