Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે તા. ૨૫મી જુલાઇના રોજ જિલ્લા સ્વાગત...

ગાંધીનગર જિલ્લાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે તા. ૨૫મી જુલાઇના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

23
0

ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા. ૨૫મી જુલાઇ, ૨૦૨૪ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ સવારના ૧૧.૦૦ કલાકે સભાખંડ, પ્રથમ માળ, કલેકટર કચેરી, સેકટર- ૧૧, ગાંધીનગર ખાતે યોજાશે.
જિલ્લાના નાગરિકો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોતાની ફરિયાદ કે પ્રશ્ન તા. ૧૦મી જુલાઇ, ૨૦૨૪ સુધી કલેકટરશ્રી, ગાંધીનગરને મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. ન્યાયની કોર્ટના ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતાં પ્રશ્નો, સબ જયુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા નોકરી લગતાં પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહિ. રજુ કરવામાં આવનાર પ્રશ્નોના કવર ઉપર ’ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૫/૦૭/૨૦૨૪’ એમ અચુક લખવા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમના દિવસે અરજદારે ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમજૂર મહાજન સંઘમાં ચા ની કેટલી વાળા દ્વારા ગાંધીજીનું અપમાન કરતા લેખિત ફરિયાદ કરવામાં આવી
Next articleજીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા ગીફ્ટ સીટી ખાતે તા.૪ અને ૫ જુલાઈના રોજ ભરતીમેળાનું આયોજન