(જી.એન.એસ) તા. 15
ગાંધીનગર,
કેન્દ્ર સરકારની સૂચના મુજબ તા.૦૧/૦૫/૨૦૨૫થી રેશનકાર્ડને એક્ટીવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જોડાયેલ યોજનાઓનો લાભ મળી રહે તે માટે તમામ કેટેગરીના રેશનકાર્ડધારકો જેમકે, NFSA, Non NFSA, APL-1.2. BPL કે અંત્યોદય તેવા રેશનકાર્ડ ધારકોને e-KYCની જરૂરીયાત રહે છે. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હાલમાં નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા રેશનકાર્ડનું e-KYC કરવા અંગેની કામગીરી પૂર જોશમાં ચાલી રહેલ છે. ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં ૧૦૦% e-KYC પૂર્ણ કરવા જણાવેલ છે. આ સમય મર્યાદામાં ૧૦૦% e-KYC પૂર્ણ ન કરનારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે સબસિડી હોલ્ડ (Hold) થઈ શકે છે. તથા તા.૦૧/૦૫/૨૦૨૫ થી જે N.F.S.A. રેશનકાર્ડ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ થયેલ નહિ હોય તેઓને N.F.S.A હેઠળ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે e-KYC કરવું જરૂરી જણાય છે. સદર કામગીરી વેગવંતી બને તેમજ તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે તે સારૂ રેશનકાર્ડમાં e-KYC કરાવવા માટે અત્રેના જિલ્લાના નજીકની મામલતદાર કચેરી/પોસ્ટ ઓફિસ/ગ્રામ પંચાયત તેમજ વાજબી ભાવની દુકાન ખાતે e-KYC કરાવી લેવા આથી જણાવવામાં આવે છે. જેથી હાલમાં તથા ભવિષ્યમાં મળનારી સરકારશ્રીની સુવિધાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ ધારકોએ તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં e-KYC કરાવવા ખાસ અનુરોધ છે. જેની સર્વે જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે :
My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી / કર્મચારી, વીસીઈ, આચાર્ય, શિક્ષકો, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, પોસ્ટ માસ્ટર તથા સરકાર માન્યા વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન મારફત, તાલુકાની મામલતદાર કચેરીએ પુરવઠા શાખા મારફત ઈ કેવાયસી કરાવી શકાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.