(G.N.S) dt. 18
ગાંધીનગર,
રેશનકાર્ડ ઉપલબ્ધ હોય તેવા પાત્રતા ધરાવતા ઇ-શ્રમ કાર્ડધારકોનો એન.એફ.એસ.એ. યોજના હેઠળ કરવામાં આવશે સમાવેશ
ભારત સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગી સુરક્ષા અધિનિયમ અંતર્ગત શ્રમયોગીઓની નોધણી કરીને તેઓને રાજય સરકાર મારફતે ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવે છે. જે અંતર્ગત તેઓને રેશનકાર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જેથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડ ધરાવનાર નાગરિકો પાસે જો રેશનકાર્ડ ન હોય તો તેઓ નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકશે. વધુમાં જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ દ્વારા ઈ-શ્રમ કાર્ડધારકોનો સામેથી સંપર્ક કરીને માહિતી પણ મેળવવામાં આવી રહી છે.
ગાંધીનગરના જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર જે ઈ-શ્રમ કાર્ડધારકો પાસે હાલ રેશનકાર્ડ ઉપલબ્ધ છે તેઓએ પણ નજીકની મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં તેઓના રેશનકાર્ડમાં એન.એફ.એસ.એ.નો લાભ મેળવવા અરજી કરી શકે છે. પાત્રતા ધરાવતા ઈ-શ્રમધારકોનો એન.એફ.એસ.એ. યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે. આ માટે ગાંધીનગરના જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા ગાંધીનગર જિલ્લાના તમામ ઈ-શ્રમકાર્ડ ધરાવતા નાગરિકોને નોંધ લેવા જણાવવામાં આવે છે તેમજ વધુ માહિતી માટે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.