Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ખાતે મત ગણતરી સાથે સંકળાયેલ અધિકારી- કર્મયોગીઓના તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી...

ગાંધીનગર ખાતે મત ગણતરી સાથે સંકળાયેલ અધિકારી- કર્મયોગીઓના તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા

23
0

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આગામી તા. ૦૪ જૂન, ૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા સુચારું રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મત ગણતરી સાથે સંકાળાયેલ કર્મયોગીઓની તાલીમ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

               ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ મત ગણતરીની પ્રક્રિયા સુચારું અને પારદર્શિત રીતે પૂર્ણ કરવા મત ગણતરી કરનાર કર્મયોગીઓનો એક તાલીમ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તા. ૨૭મી મે, ૨૦૨૪ના રોજ ગાંધીનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભા મતદાર વિભાગમાં મત ગણતરી સાથે સંકળાયેલા અધિકારીઓ – કર્મયોગીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.     જેમાં ગાંધીનગર (ઉ) વિધાનસભા મતદાર વિભાગમાં મત ગણતરી કરનાર કર્મયોગીઓનો તાલીમ કાર્યક્રમ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મત ગણતરી કરનાર કર્મયોગીઓને વિશેષ માહિતી આપી હતી. તેમજ સમગ્ર તાલીમ કાર્યક્રમની રૂપરેખાથી વાકેફ થયા હતા.

આજ રીતેની તાલીમ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની અન્ય વિધાનસભા મત વિભાગના મત ગણતરી કરનાર કર્મયોગીઓને આપવામાં આવી હતી. આ તાલીમમાં મત ગણતરી કરનાર સર્વે કર્મયોગીઓને સમગ્ર મત ગણતરીની પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ મત ગણતરી સાથે સંકળાયેલ મહત્વની બાબતોથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર(ઉ) વિધાનસભા મતદાર વિભાગમાં યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, ગાંધીનગર મામલતદાર શ્રી હરેશ પટેલ સહિત મત ગણતરી સાથે સંકાળાયેલ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુ-કાશ્મીરે છેલ્લા 35 વર્ષમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાન સાથે ભારતના ચૂંટણી ઇતિહાસ પર અમીટ છાપ છોડી છે
Next articleરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના વધુ છ મૃતદેહો પરત સોંપવામાં આવ્યા