Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઇ : રેલીને...

ગાંધીનગર ખાતે મતદાન જાગૃત્તિ અર્થે રન ફોર વોટ રેલી યોજાઇ : રેલીને રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી

26
0

રન ફોર વોટ રેલીમાં રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી,જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મહાનગરપાલિકા કમિશનરશ્રી સહિત ૨૫૦૦ નાગરિકો સહભાગી થયા

દસ મિનીટ…દેશ માટે…

લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સમાન્ય ચૂંટણીના ઢોલ ઢબુકવા માંડયા છે. આ લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારો થનગની રહ્યા છે, ત્યારે મતદારોના ઉત્સાહ- ઉમંગને વધુ બળ આપવાના ઉમદા આશયથી આજે ગાંધીનગરના આંગણે રાજયના મુખ્ય નિર્વાચનની કચેરી અને ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રના સંયુક્ત ઉપક્રમે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર વોટ રેલીમાં ૨૫૦૦ જેટલા નાગરિકો સહભાગી થઇ મતદાન માટે પ્રેરણારૂપ બન્યા હતા.

        આ પ્રસંગે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ લીલી ઝંડી દર્શાવી રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં મતદારો આધાર સ્તંભ છે. લોકશાહીના આ અવસરે મહિલા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ અર્થે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મહિલા સહિત સર્વે મતદારોને લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી થવાની પણ અપીલ કરી હતી.

રાજયના પાટનગર ગાંધીનગર ખાતે સ્વર્ણિમ પાર્ક ખાતે રન ફોર વોટ રેલીનું આયોજન સવારના ૬.૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃત્તિના આ અવસરમાં નગરજનો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં સવારથી આવવા લાગ્યા હતા. આ રેલીમાં રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન. વાધેલા, સહિત તમામ નોડલ અધિકારી અને કર્મયોગીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

        રન ફોર વોટ રેલીને રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતાની સાથે જ આ રેલીનો સ્વર્ણિમ પાર્કની સરદાર પટેલની પ્રતિમાથી આરંભ થયો હતો. આ રેલી ઘ-૪ થઇ મહાત્મા મંદિર પહોંચી હતી. ત્યાં રેલીનું સમાપન થયું હતું

આ રેલીમાં સર્વે નાગરિકો અને કર્મયોગીઓએ આગામી તા.૦૭મી મે, ૨૦૨૪ના રોજ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ સાથે સૌને અપીલ કરી હતી.

        આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વીપના નોડલ અધિકારી શ્રી ર્ડા. બી.એન.પ્રજાપતિ, સહ નોડલ અધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એમ.ભોરણિયા અને ચૂંટણી મામલતદાર શ્રી ર્ડા. આર.કે.પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કમળનું બટન દબાવી ભાજપને મત આપે
Next articleભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયા બેટમાં ૧3૯ પરિવારોના ૨૫૪ મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે