(જી.એન.એસ) તા.૨૮
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરી અટકાવવા કલેકટરશ્રીના મક્કમ નિર્ધાર ના પગલે થઈ રહેલ કડક કાર્યવાહીના પરિણામે ભૂમાફિયાઓ ખનીજચોરીના નવા નવા અખતરા અજમાવી રહ્યા છે, તંત્રની બાજ નજરથી બચી શકાય તે માટે ખનીજચોરી કરતા શખ્શો દ્વારા કરેલા બધા જ પ્રયત્નોને નિષ્ફળ કરતા જિલ્લામાં સતત ચેકિંગની કામગીરી થઈ રહી છે. પરિણામે કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ દવેના સતત માર્ગદર્શન અને પ્રયત્નો તથા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં ગત રોજ વાહન ચેકીંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરી સાદીરેતી અને સાદી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.જેમાં કલોલ તાલુકાના છત્રાલ ખાતેથી ડમ્પર નં. GJ-09-Z-5371માં ૧૫.૧૩૦ મે.ટન સાદી માટી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન અને ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ખાતે ટ્રેકટર નં. GJ-18-BR-8928 માં૪.૯૧૦ મે.ટન સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતાં કુલ બે વાહનોના મળી કુલ આશરે ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.