(જી.એન.એસ) તા.૬
ગાંધીનગર,
તા.૦૬- ડિસેમ્બરના રોજ ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવે દ્વારા મામલતદાર કચેરી, માણસાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.કલેક્ટરશ્રી દ્વારા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ અરજદારો સાથે સંવાદ કરી તેઓના પ્રતિભાવ જાણી જનસેવા કેન્દ્રના સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા.ત્યાર બાદ કચેરીના ઇધરા કેન્દ્ર ખાતે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપવા સાથે હાજર અરજદારોના પ્રતિભાવો પણ જાણ્યા હતાં. આ ઓચિંતી મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ પુરવઠા શાખાની પણ મુલાકાત લઈ શાખામાં થતી કામગીરીની સમીક્ષા કરી અરજદારશ્રીઓ સાથે સંવાદ કરતા તેમની જરૂરિયાત અને તકલીફોને સમજી પુરવઠા શાખામાંજરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે. દવે, દ્વારા મામલતદાર કચેરી ખાતે કામ કરતા કર્મચારીશ્રીઓની સ્ટાફ મીટીંગ લઈ કચેરી ખાતે થતી પ્રશંસનીય કામગીરી બાબતે ચર્ચા કરી તથા આગામી સમયમાં વધુ સારી રીતે કામગીરી કરી રીતે થઈ શકે તે માટે સુચનો સહ માનવીય મૂલ્યોની સમજ આપી હતી. વધુમાં હાલમાં સરકારશ્રી દ્વારા ચાલી રહેલ એગ્રીસ્ટેક તથા ઇ.કે.વાય.સી ની કામગીરી વધુ ઝડપી અને સુચારૂ બને તે માટે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત આ મુલાકાત અંતર્ગત કલેકટર શ્રીએ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીની પણ સમીક્ષા કરી હતી. અને મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં આવેલ સબરજીસ્ટ્રાર કચેરી ખાતે મુલાકાત લઈ અરજદારો સાથે સંવાદ કરી પ્રતિભાવ મેળવ્યા બાદ તેમણે સ્વચ્છતા અંગેના તથા અન્ય કામગીરી સુધારા અંગેના જરૂરી સૂચનો પણ કર્યા હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.