(G.N.S) Dt. 21
કૃષિ વિભાગની ટીમ દ્વારા તા. ૨૦ ના રોજ માણસા તાલુકાની ક્ષેત્રીય મુલાકાત દરમિયાન સરાહનીય કામગીરી કરી
ગાંધીનગર,
ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા સતત અવનવા પ્રયત્નો તથા પ્રેરણા પ્રવાસો થતાં રહે છે.જે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ખૂબ અસરકારક પણ નિવડી રહ્યા છે.આજ દિશામાં આગળ વધતા કૃષિ વિભાગની ટીમે તા.૨૦/૧૧/૨૦૨૪ ના રોજ માણસ તાલુકાની ક્ષેત્રીય મુલાકાત લીધી હતી. કૃષિ વિભાગની ટીમે ઈટલા ગામે રવિ ઋતુમાં ક્લસ્ટર વાઈઝ ગ્રામ્ય કક્ષાએ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી હતી.
ખેડૂતોને આપવામાં આવેલી આ સદર તાલીમમાં રવિ પાકોમાં પ્રાકૃતિક ખેતી કરતી વખતે શું કાળજી લેવી તેની કૃષિ ટીમે સમજણ આપી હતી. આ તાલીમમાં હાજર રહેલા કુલ ૨૪ ખેડૂત ભાઇઓ તથા ખેતી તથા પશુપાલન સાથે સંકળાયેલા ૧૪ બહેનોએ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ અંતર્ગત વિશેષ માહિતી મેળવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.