Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર એલસીબીએ કોલવડામાં દિલીપસિંહ વાઘેલાની હત્યાનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર એલસીબીએ કોલવડામાં દિલીપસિંહ વાઘેલાની હત્યાનો ભેદ ઉકેલ્યો

55
0

ગાંધીનગરના કોલવડામાં ૪૯ વર્ષીય દિલીપસિંહ વાઘેલાની અંગત અદાવતમાં ઘનશ્યામસિંહ ઉર્ફે જમાદારે પૈસાની લાલચ આપી મરનારના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહ પાસેથી ટીપ મેળવીને પ્રિપ્લાન્ડ હત્યા કરી દેવામાં આવી હોવાનું લોકલ ક્રાઇમ બ્રાંચ પીઆઈ એચ પી ઝાલા, જે એચ સિંધવ અને પીએસઆઇ એમ એસ રાણાની સંયુક્ત તપાસમાં ઘટસ્ફોટ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ત્રણ મહિના અગાઉ દિલીપસિંહના બોર કૂવા ઉપર યોજવામાં આવેલી દારૂની મહેફિલમાં યુવતીની અઘટિત માંગણી કરવામાં આવતાં દિલીપસિંહે જમાદાર ઘનશ્યામસિંહ, દશાડાનાં પૂર્વ ધારાસભ્ય સહિત ત્રણને ઢોર માર માર્યો હતો. જેનાં કારણે ઘનશ્યામસિંહને હોસ્પિટલમાં દાખલ થઈ પ્લેટો નખાવવી પડી હતી. જેનાં પગલે ઘનશ્યામસિંહ જમાદાર કોઈપણ સંજાેગોમાં દિલીપસિંહને પતાવી દેવા માંગતો હતો. આ માથાકૂટ પછી પોતાની ઉપર ગમે ત્યારે હૂમલો થવાની દહેશતના પગલે દિલીપસિંહે ગામની બહાર બહુ નીકળવાનું બંધ કરી દીધું હતું. જેનાં કારણે કોઈપણ રીતે દિલીપસિંહની એકલતાની ટીપ મેળવવા માટે જમાદારે મથામણ શરૂ કરી હતી. એ દરમ્યાન મરનાર દિલીપસિંહનાં પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કાળીયો વિક્રમસિંહ વાઘેલાનો જમાદાર ઘનશ્યામસિંહે સંપર્ક કર્યો હતો. અને ૨૦ લાખની ઓફર કરી તેને તૈયાર કરી લીધો હતો. બાદમાં પાંચેક દિવસ અગાઉ દિલીપસિંહે જુગાર રમવા માટેની પત્તાની કેટ, સિગારેટનું પેકેટ અને ચવાણું આપી જવા પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રસિંહને ફોન કર્યો હતો. આમ દિલીપસિંહ બોર કૂવા પર હાજર હોવાની જાણ થતાં ધર્મેન્દ્રસિંહ સામાન આપવા ગયો હતો. જેની પાછળ સ્વીફટ ડીઝાયર ગાડીમાં પ્રભાતજી ડાભી, વિપુલ ઠાકોર તથા પ્રકાશ બારોટ પાછળ પાછળ ગયા હતા. જ્યારે ઘનશ્યામસિંહ જમાદાર બાઈક લઈને સાથે ગયો હતો. અને ધર્મેન્દ્રસિંહે ઈશારો કરતા જ પ્રભાતજી ડાભી, વિપુલ ઠાકોર તથા પ્રકાશ બારોટ અંદર જઈને દિલીપસિંહને ગોળી મારી છરાના ઘા ઝીંકી હત્યાને અંજામ આપી ત્યાંથી બધા રવાના થઈ ગયા હતા. ત્યારે આ હત્યાનાં મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સિંહ ઉર્ફે જમાદાર નેપાળ તરફ ભાગ્યો હોવાનું મનાઈ રહ્યું છે. જાે કે એકસમયે ઘનશ્યામસિંહ જમાદાર ગાંધીનગર જિલ્લામાં જુગારનું મોટું સામ્રાજય ચલાવતો હતો. જમાદાર ઘનશ્યામસિંહ વર્ષ ૨૦૧૬ – ૧૭ થી પોલીસ ખાતાની આડમાં છૂટક જુગાર – દારૂનું કટિંગ કરાવતો હતો. જેને એક આઈપીએસ અધિકારી સાથે ઘરોબો હોવાના કારણે સ્થાનિક પોલીસ પણ તેના પર હાથ નાખતાં બે ઘડી વિચાર કરતી હતી. એટલે સુધી કે જમાદારે સેકટર – ૧૬ પેટ્રોલ પંપ વિસ્તારના એક બિલ્ડિંગનાં ભોંયરામાં વર્ષ ૨૦૧૮-૧૯ માં જુગાર ધામ શરૂ કર્યું હતું. જેનાં કારણે ગાંધીનગરના સાધન સંપન્ન નબીરા સટ્ટાના રવાડે ચડી ગયા હતા. ત્યાં સુધી કે જે બિલ્ડીંગમાં જુગાર ધામ ચાલતું એ આખું બિલ્ડિંગ એક આઇપીએસ અધિકારીએ ભાગીદારીમાં ૮ કરોડમાં ખરીદી લીધું હતું. એજ રીતે ઘનશ્યામસિંહનાં સંપર્કમાં આવી સટ્ટાના રવાડે ચઢી એક નબીરાએ પેટ્રોલ પમ્પ અને હોટલ પણ વેચી દેવાની નોબત આવી હતી. તો પંચાયતના એક દિગ્ગજ નેતાને પણ કરોડો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો.ગાંધીનગરમાં એ વખતે ચાલતા જુગાર દારૂના ધંધા અર્થે ૧૫ લાખ જેટલું ભરણ પણ ઘનશ્યામસિંહ જમાદાર ભરતો હતો.આ સમયગાળામાં કેટલાક છાપાનાં પત્રકારોને ઘી કેળા થઈ ગયા હતા. એટલે સુધી કે દારૂના કટિંગ દરમ્યાન કોઈ સ્થાનિક પોલીસ દારૂ પકડી લે તોય માત્ર જમાદારનું નામ આપવામાં આવે એટલે પોલીસ પણ કાનૂની કાર્યવાહી કરવા પાછી પડતી હતી. જાે કે સમય બદલાતાં જિલ્લામાં ઘનશ્યામસિંહનાં સટ્ટાનો કારોબાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો. જેથી તેણે રેલ્વે પોલીસની હદમાં જુગારની પ્રવૃતિ શરૂ કરી દીધી હતી. અહીં પણ એક ઉચ્ચ અધિકારીની બદલી થઈ જતાં તેને જુગાર ધામ બંધ કરી દેવું પડયું હતું. અને જિલ્લાના અલગ અલગ ગામડામાં સ્થાનિક પોલીસની મહેરબાનીથી અંદરખાને જુગારની પ્રવૃતિ ચાલુ રાખી હતી. જેની વ્યાપક ફરિયાદો ઉઠી હતી પણ કોઈ કાળે કાર્યવહી કરવામાં આવતી ન હતી. એ દરમ્યાન વર્ષ ૨૦૨૦ માં તત્કાલીન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચે પેથાપુર પોલીસ મથકની હદમાં ચાલતાં જુગાર ધામ પર દરોડો પાડીને ઘનશ્યામસિંહનાં જુગારના સામ્રાજયનો અંત લાવી દેવામાં આવ્યો હતો. જે અંગે પહેલી વખત પેથાપુર પોલીસ મથકમાં ઘનશ્યામસિંહ જમાદાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમ જુગાર ધામ બંધ થઈ જતાં ઘનશ્યામ સિંહને રાજકારણમાં પ્રવેશવાની મહેચ્છા જાગી હતી. અને ગાંધીનગરના ભાજપાના એક દિગ્ગજ નેતાએ જમાદારનો હાથ ઝાલ્યો હતો. જેનાં થકી ઘનશ્યામસિંહનાં પત્ની સોનલબા વાઘેલાને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટની લોટરી લાગી હતી. જે ચુંટણીના પ્રચાર પ્રસાર દરમ્યાન ઘનશ્યામસિંહને તડકો ના લાગે તે માટે મરનાર દિલીપસિંહ વાઘેલા હાથમાં છત્રી લઈને જાેડે જાેડે ફર્યો પણ હતો. બાદમાં ચૂંટણી પરિણામ જાહેર થતાં સોનલબા વાઘેલા વોર્ડ નંબર – ૭ ના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે હવે તેમના પતિ ઘનશ્યામસિંહ જમાદાર સહિતના ફરાર આરોપીઓને હત્યાના ગુનામાં ઝડપી લેવા ગાંધીનગર પોલીસની ટીમોએ અલગ અલગ ટીમો બનાવીને દોડધામ શરૂ કરી દેવામાં આવી છે. જાે કે જમાદારને ભગાડવામાં અન્ય કેટલાંક લોકોની સંડોવણી બહાર આવે તેવી પણ શકયતા વર્તાઈ રહી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૮ કૌભાંડ પર સરકારે તપાસના આદેશ આપ્યાં
Next articleગાંધીનગરના રાંધેજાની પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું