Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં UPSCની પરીક્ષા આપવા આવેલો મહારાષ્ટ્રનો ડમી યુવક ઝડપાયો

ગાંધીનગરમાં UPSCની પરીક્ષા આપવા આવેલો મહારાષ્ટ્રનો ડમી યુવક ઝડપાયો

18
0

સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૩૦

ગાંધીનગરના સેકટર – 25 એરફોર્સ સિલેકશન બોર્ડ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ડુપ્લીકેટ એડમીટ કાર્ડનાં આધારે UPSCની રાષ્ટ્રીય રક્ષા અકાદમી તથા નૌસેના અકાદમીની પરીક્ષા આપવા આવેલા મહારાષ્ટ્રનાં યુવકનો ભાંડો ફૂટી જતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર સેકટર – – 25 એરફોર્સ સિલેકશન બોર્ડમાં કોર્પોરર તરીકે નોકરી કરતા મોહિત પટેલે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે યુ.પી.એસ.સી.ની રાષ્ટ્રીય રક્ષા અકાદમી તથા નૌસેના અકાદમી પરીક્ષાની સર્વિસ સિલેકશન બોર્ડની પરીક્ષા હતી. જે પરીક્ષા સમ્રગ ભારતના અલગ અલગ રાજયમા અલગ અલગ કેન્દ્રો ઉપર હતી. જે પૈકી એક કેન્દ્ર એરફોર્સ સિલેક્શન બોર્ડ ખાતે પણ છે. ગઈકાલે ફરજનાં ભાગરૂપે મોહિત પટેલ ગેટ ઉપર આઇ.ડી.પ્રુફ તથા કોલલેટર ચેક કરી 30-40 ના ગ્રુપમાં ઉમેદવારોને પ્રવેશ કામગીરી કરી રહ્યા હતા. બાદમાં તેઓ કોલ ઓફ સેલની ઓફિસમા ગયા હતા. જ્યાં વિભાગના અધિકારીઓ સાથે એક ઉમેદવાર હાજર હતો. જે અંગે માલુમ પડયું હતું કે, પરીક્ષા આપવા આવેલ ઉમેદવારનું નામ ઓમ ભગવંત યેવલે (ઉ.વ.19 રહે. 565, વાની ગલી, બાલાજી રોડ, ધરણગાંવ, જી.જલગાવ, મહારાષ્ટ્ર) છે. જેણે તેના અગાઉના એડમીટ કાર્ડમા હાલની પરીક્ષા પોતે પાસ થયેલ ન હોવા છતા પાસ થયેલ ઉમેદવારનો બેઠક નંબર એડીંટીંગ કરી ખોટુ એડમીટ કાર્ડ કોલ લેટર બનાવી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. જેનું ઓનલાઇન ચેકીંગ કરતા અન્ય કોઈ સાચા વિદ્યાર્થીનાં નામે એડમીટ કાર્ડ કોલ લેટર બનાવવામાં આવ્યો હોવાનું વધુમાં જાણવા મળ્યું હતું. જેનાં પગલે ફરીયાદ આપતા સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડની સગીરાને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો
Next articleનિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!