Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરમાં સ્વિંગ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર કારનો કાચ તોડી તસ્કરો 7.28 લાખની મત્તા...

ગાંધીનગરમાં સ્વિંગ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર કારનો કાચ તોડી તસ્કરો 7.28 લાખની મત્તા ભરેલી બેગ ચોરીને થયા ફરાર

23
0

ગાંધીનગરના અડાલજ-કોબા જતાં રોડ પર આવેલા સ્વિંગ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો અંદરથી સોનાંના દાગીના સહિત રૂ. 7.28 લાખની મત્તા ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગયા હતા. જેને લઈ અડાલજ પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતાં નિતુસીંગ રવિસીંગ રાવના પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, જેમને સંતાનમાં એક દીકરી રીયોનિકા છે. હાલમાં તેમના પતિનું કર્ણાટક ખાતે કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હોવાથી તેઓ છેલ્લા ચારેક માસથી ત્યાં રહે છે.

તા. 18મી ડિસેમ્બરના ઉદયપુર જવાનું હોવાથી નિતુસીંગ દીકરી સાથે કોલ્હાપુર એરપોર્ટ કર્ણાટકથી અમદાવાદ આવવા નીકળ્યાં હતા. ત્યારબાદ બપોરના અમદાવાદ એરપોર્ટ આવતાં તેમની નણંદ નમીતા ભવાનીસિંહ કલાવત (રહે. ભાડજ) સફેદ કલરની ફોક્સ વેગન વેન્ટો ગાડી લઈને લેવા માટે ગયા હતા, ત્યારે નમીતાબેનની ક્રિકેટ મેચ હોવાથી ત્રણેય જણાં સીધા અડાલજથી કોબા જતાં રોડ પર આવેલા સ્વિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગયા હતા.

જ્યાં બહાર ગાડી પાર્ક કરી હતી અને સામાન પણ ગાડીમાં પડ્યો હતો. ​​​​​​​આ દરમિયાન સાંજના ગ્રાઉન્ડમાં જાહેરાત કરાઈ હતી કે, ગ્રાઉન્ડ બહાર પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી સામાનની ચોરી થઈ છે. આ સાંભળી નિતુસીંગ સહિતના લોકો બહાર દોડી ગયા હતા. જ્યાં માલુમ પડયું હતું કે, તસ્કરો ડ્રાઈવર સાઈડની પાછળના દરવાજાનો કાચ તોડી અંદર મૂકેલી 35 હજારની બેગ ચોરીને ફરાર થઈ ગયા છે.

જેમાં રૂ. 1.50 લાખ રોકડાં, સોનાનાં ચાર સિક્કા, સોનાની ચેઇન, પગમાં પહેરવાની સોનાંની વિટ્ટી, સોનાંની ડાયમંડવાળી વીંટી નંગ-4, સોનાંનું ગોળાકાર ડાયમંડવાળુ પેન્ડલ, ગોલ્ડન કલરની ઘડિયાળ, ચશ્મા, એપલ કંપનીના એરપોડ સહિત અન્ય દસ્તાવેજો મળીને કુલ રૂ. 7.28 લાખની મત્તા રાખી હતી. આ બનાવના પગલે અડાલજ પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશંખેશ્વર સમીપે પાર્શ્વનાથ જન્મ કલ્યાણક નિમિત્તે પાર્શ્વ ભક્તિ ગૃપ ચારકોપ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા
Next articleસાવરકુંડલાના મહુવા રોડના રેલવે ફાટક પર દિવસમાં વધુ વખત ટ્રેન પસાર થતા ફાટક બંધ રહેવાના કારણે સ્થાનિકો પરેશાન