Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં સમાજ કલ્યાણ અધિકારી જ નીકળ્યો સ્કોલરશિપ કૌભાંડનો આરોપી

ગાંધીનગરમાં સમાજ કલ્યાણ અધિકારી જ નીકળ્યો સ્કોલરશિપ કૌભાંડનો આરોપી

12
0

ગાંધીનગર,

(જી.એન.એસ) તા.૯

સરકારી યોજનાઓની કોલરશીપ કૌભાંડ(Scholarship Scam) નો સમાજ કલ્યાણ અધિકારીને ઝડપી જોરાવરનગર પોલીસ એ રૂપીયા 50 લાખની રીકવરી કરી આરોપીને રીમાન્ડ મેળવતા રૂ. 5.27 કરોડનું કૌભાંડ બાહાર આવ્યુ છે. સરકારી યોજનાઓની કોલરશીપ કૌભાંડ(Scholarship Scam) નો સમાજ કલ્યાણ અધિકારીને ઝડપી જોરાવરનગર પોલીસ એ રૂપીયા 50 લાખની રીકવરી કરી આરોપીને રીમાન્ડ મેળવતા રૂ. 5.27 કરોડનું કૌભાંડ બાહાર આવ્યુ છે. રાજ્ય સરકાર દ્રારા જે ગરીબ અને અનામત હેઠળ આવતા હોઇ અને ભણવામાં હોશયાર હોઇ ટકાવારી ઝાઝી હોવા છતા ટ્યુશન ન રાખી શકતા હોઇ અને નોકરીની તૈયારીઓ કરતા હોઇ તેમની માટે સરકારે સમાજ કલ્યાણ ખાતા તરફથી એક યોજના જાહેર કરી આવા વિધાર્થીઓ માટે તાલીમ વર્ગો ચલાવવા માટે સંસ્થાઓ ટ્રસ્ટ્રો પાસે સુરેન્દ્રનગર જીલ્લામાં અરજીઓ મંગાવવામાં આવી હતી. સરકારના જ સમાજ કલ્યાણ અધિકારી અને ટ્રસ્ટના સંચાલકોએ ભેગા મળી સરકારને ખોટા ફોર્મ ડોક્યુમેન્ટ બનાવી વિધાર્થીઓના નામે સ્કોલરશિપનું રૂ. 5.27 કરોડનો ચુનો ચોપડી દીધો હતો અને સબ સલામત હોઇ તેમ વર્તન કરતા હતા પરંતુ એક ગુજરાતી કહેવત છે ને કે; પાપ છાપરે ચડીને પોકારે તેમ સમગ્ર પાપલીલાનો ભાડો જોરાવરનગર પોલીસ એ ફોડી નાખતા મુખ્ય આરોપી સંજય દવેની ધરપકડ કરી સાત દિવસના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી 50 લાખ રીકવર કર્યા છે. આરોપીઓ શલૈષ રથવી, શુભંમ રાઠોડ; જોરાવરસિંહ જાદવ અલગ અલગ ટ્રસ્ટ ચલાવતા હતા કે ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને સરકારની યોજના મુજબ જે વિધાર્થીઓ ને 60% થી વધુ માર્કસ આવ્યા હોઇ તેમને તાલીમ આપવાની હતી અને વિધાર્થી દીઠ સરકાર 20 હજારની સહાય આપતી હતી, જેથી આ આરોપીઓ અને સમાજ કલ્યાણ અધિકારી સંજય દવે સાથે સાંઠગાંઠ કરી ખોટી રીતે જે વિધાર્થીઓને 60 % માર્કસ ન આવ્યા હોઈ તેવા વિધાર્થીઓ ની માર્કશીટ એડિટ કરી અને વિધાર્થીઓનો સાથ મેળવી ખોટા પુરાવાઓ ઉભા કરી અને 2537 અરજીઓ ઉભી કરી વિધાર્થીઓ ને 25% રૂપિયા આપતા અને 75% તેઓ રાખી લેતા. આમ સરકારને આ ચડાળ ચોકડીએ રૂ.5.27 કરોડ 40 લાખનો ચુનો લગાડી કૌભાંડ આચર્યુ હતુ, જે બાબતની ફરિયાદ જોરાવરનગર પોલીસમાં દાખલ થયેલ પરંતુ મુખ્ય આરોપી સમાજ કલ્યાણ અધિકારી સંજય દવે ની બદલી અમદાવાદ થતા તે ફરાર હતો ત્યારે જોરાવરનગર પોલીસ એ આરોપીઓ શલૈષ રથવી; શુભંમ રાઠોડ, અને જોરાવરસિંહ જાદવની ધરપકડ કરી રૂપીયા 50 લાખ રીકવર કર્યા હતા પરંતુ આ કૌભાંડ નો મુખ્ય આરોપી સમાજ કલ્યાણ અધિકારી સંજય દવે ફરાર હતો જેથી જોરાવરનગર પોલીસ એ બાતમીના આધાર એ 30 નવેમ્બરના રોજ ઝડપી સાત દિવસના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી.હવે સરકારના વિધાર્થીને તાલીમ આપવાના બહાને રૂપિયાનો કૌભાંડ આચરનાર આરોપી પાસેથી પોલીસ શુ રાજ ખોલાવે છે અને આરોપીને કાયદો શુ સજા આપે છે તે જોવુ રહ્યુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field