Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં નવી સૂચિત જંત્રીના લીધે ફક્ત નવા નહીં, વર્તમાન મિલકત ધારકોને પણ...

ગાંધીનગરમાં નવી સૂચિત જંત્રીના લીધે ફક્ત નવા નહીં, વર્તમાન મિલકત ધારકોને પણ ફટકો

3
0

(જી.એન.એસ)તા.૨૬

ગાંધીનગર,

સરકાર દ્વારા પ્રસ્તાવિત નવી જંત્રીના સૂચિત દરના લીધે ઘર, ફલેટ કે કોમર્શિયલ બાંધકામ મોંઘા થશે એની ચિંતા છે.પરંતુ જંત્રીના પ્રસ્તાવિત દરથી વર્તમાન મકાન કે દુકાન જેવી મિલકત ધરાવતા લોકોનો બોજ પણ વધવાનો છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત નવી જંત્રીના સૂચિત દરના લીધે ઘર, ફલેટ કે કોમર્શિયલ બાંધકામ મોંઘા થશે એની ચિંતા છે.પરંતુ જંત્રીના પ્રસ્તાવિત દરથી વર્તમાન મકાન કે દુકાન જેવી મિલકત ધરાવતા લોકોનો બોજ પણ વધવાનો છે. એટલુ જ નહીં આ બોજ વાર્ષિક ધોરણે વધશે. રાજય સરકારે નવી જંત્રી માટેનો મુસદ્દો અત્યારે બહાર પાડયો છે અને તેના અંગે સૂચનો મેળવવામા આવી રહયા છે.જંત્રીના દરમાં બમણા કરતા વધારે ભાવના પ્રસ્તાવથી નવા વેરો ગણવા માટે જંત્રી પણ એક પરિબળ છે,
રાજયના મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પ્રોપર્ટી ટેકસ દર વર્ષે લેવામાં આવે છે. આ પ્રોપર્ટી ટેકસની ગણતરીમાં એક પરિબળ જંત્રી આધારીત છે.જંત્રીના ભાવના આધારે શહેરને સમૃદ્ધ,સારો, મધ્યમ અને નબળો એમ ચાર ભાગમાં વહેંચવામાં આવે છે અને તે અનુસાર પ્રોપર્ટી ટેકસ વસૂલવામાં આવે છે. એટલે અત્યારે રુપિયા 6,750થી 13,500ના ભાવની જંત્રી હોય તો મધ્યમ ગણવામાં આવે છે. જંત્રી વધવાથી આ મધ્યમ વિસ્તાર સીધો સમૃદ્ધ કે સારો| થઈ જશે અને તે આ અંગે એવી શક્યતા છે કે વાર્ષિક ધોરણે મિલકતવેરો દોઢો કે બમણો થઈ શકે છે. સૌથી ખરાબ સ્થિતિ એવી છે કે સમૃદ્ધ વિસ્તારમાં અત્યારના વર્ગીકરણ અનુસાર પ્રોપર્ટી ટેકસના ભારણમાં કોઈ ફેરફાર થશે નહીં અમદાવાદ કોર્પોરેશનમાં શાસક ભાજપે બે વર્ષ પહેલા વાર્ષિક અંદાજપત્રમાં જંત્રીના ભાવમાં વધારો થાય તો પણ તેનો બે વર્ષ સુધી અમલ નહીં કરવા ઠરાવ મંજુર મ્યુનિસિપલકર્યો હતો. વર્ષ-૨૦૨૩-૨૪ના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને રજૂ કરેલા ડ્રાફટ બજેટમાં પ્રોપર્ટી ટેકસના દરો માટેના લેટીંગ રેટમાં 0.5 ટકા સુધી વધારો કરવા દરખાસ્ત કરી હતી.શાસકપક્ષે તેમાં સુધારો કરી લેટીંગ રેટ મુજબ 0.2 ટકાનો વધારો કરવા મંજુરી આપી હતી. બે વર્ષથી અમદાવાદના લોકો લેટીંગ રેટ મુજબ વધુ પ્રોપર્ટીટેકસ ચૂકવે છે.જંત્રીના પ્રસ્તવિત દરમાં વધારાથી વધુ પ્રોપર્ટી ટેકસ । ચૂકવવો પડશે. વેરો ગણવાની પદ્ધતિમાં વાર્ષિક દર (પ્રતિ ચોરસ મીટર)ને મિલકતના ક્ષેત્રફળ, જંત્રી, બાંધકામનું આયુષ્ય, મિલકતનો પ્રકાર અને કયા હેતુ માટે તેનો ઉપયોગ થાય છે તેવા ફેક્ટર કે પરિબળનો ઉપયોગ કરવામાં આવે છે. બાંધકામનું આયુષ્ય, મિલકતનો પ્રકાર અને કયા હેતુ માટે તેનો ઉપયોગ થાય છે તેવા ફેક્ટર કે પરિબળનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદમાં રહેણાક મિલકત માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 20.40 અને અન્ય મિલકત માટે રૂ.34.68નો દર છે. ઉદાહરણ તરીકે મધ્યમ વિસ્તાર (જેની જંત્રી અત્યારે રૂા. 6,750થી 13,500 છે)માં આવેલી 100 મીટર ક્ષેત્રવાળી, ફલેટનો મિલકત વેરો વર્ષે રૂ,1285.20ની આસપાસ થાય છે હવે નવી જંત્રી અનુસાર તેના ભાવ વધી ગયા નવાવાડજ હોવાથી મધ્યમ વિસ્તાર અચાનક જ સમૃધ્ધ કે સારામાં આવી જશે અને તેના એલિસબ્રિજ કારણે તેનો ગુણાંક વધી જવાથી તેના ઉપરનો વેરો બમણો કે દોઢો થઈ જશે. માત્ર ચાંદલોડિયા અમદાવાદ નહીં સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણે જ વેરાની આકારણી થતી હોવાથી શાહીબાગ  તેની વ્યાપક અસર થશે.વર્તમાન વ્યવસ્થામાં જે વિસ્તારોમાં જંત્રીના ભાવ રૂ. 22,000 કે તેથી વધુ મેમનગર છે તેમાં કોઈ ફેરફાર થવાનો નથી કારણ કે પ્રસ્તાપિત નવી જંત્રીમાંથી મોટાભાગના ઓગણજ વિસ્તારોમાં જંત્રીના ભાવ વર્તમાન મર્યાદા કરતા ઘણાં ઊંચા છે માત્ર સ્ટેમ્પ શીલજ ડ્યૂટીની આવક વધારવાના નામે નવી જંત્રી બનાવવામાં આવી છે અને તેની થલતેજ અસર અમીર કરતા મધ્યમ અને નબળા વર્ગના લોકો ઉપર વધારે થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં નશાની હાલતમાં કાર ચાલકે પાંચથી વધુ વાહનોને અડફેટમાં લીધા
Next articleરાજકોટમાં 11 વર્ષના બાળકની હાર્ટ એટેકથી મોત