Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરના હેલીપેડ ખાતે ખાદ્ય એક્ઝિબિશનનાં ડોમમાં મધરાત્રે આગ લાગી, ડોમમાં આગ લાગતાં...

ગાંધીનગરના હેલીપેડ ખાતે ખાદ્ય એક્ઝિબિશનનાં ડોમમાં મધરાત્રે આગ લાગી, ડોમમાં આગ લાગતાં નાસભાગ મચી, આગને કારણે પાંચ સ્ટોલ બળીને ખાખ

32
0

ગાંધીનગરના સેક્ટર – 17 સ્થિત હેલીપેડ ખાતે ચાલી રહેલા ખાદ્ય ખોરાકનાં એક્ઝિબિશનનાં ડોમ નંબર – 11 માં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે નાસભાગ મચી હતી. આ આગમાં પાંચ સ્ટોલ બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે, ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે 18 હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લઈ મોટું નુકસાન થતાં અટકાવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર – 17 હેલીપેડ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખાદ્ય ખોરાક એક્ઝિબિશનનું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનો અંતિમ દિવસ છે. આ એક્ઝિબિશનમાં વિવિધ કંપની સહિતના નાના મોટા વેપારીઓ દ્વારા ખાદ્ય ખોરાકની વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે રાત્રિના એક્ઝિબિશન ડોમ નંબર – 11 માં અચાનક ભીષણ આગ ભભૂકી હતી. ઓક્ઝિબિશનમાં આગ લાગતા કર્મચારીઓ સહીતના લોકોમાં નાસભાગ મચી હતી. ફાઈબર શેડનાં બનેલા સ્ટોલના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે ટોરેન્ટ પાવરના સાગરભાઈ નામના કર્મચારીએ ફાયર બ્રિગેડને તાત્કાલિક ફોન લગાવ્યો હતો. પરંતુ ફોન ગાંધીનગરની જગ્યાએ અમદાવાદ ફાયર બ્રિગેડમાં લાગ્યો હતો. જ્યાંથી નંબર મેળવીને સાગરભાઈએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતા ઈન્ચાર્જ ફાયર ઓફિસર ગૌતમ પટેલ, રાજુભાઈ સહિત ફાયરનાં જવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.

ફાયરની ટીમે બે ટેન્કરો મારફતે સતત પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. ભારે જહેમત પછી 18 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ફાઈબરનાં સ્ટોલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવવામાં આવ્યો ન હોત તો અન્ય ઘણા સ્ટોલ બળીને ખાખ થઈ જવાના હતા. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયર વિભાગનું અનુમાન છે.

આ સિવાય પણ સેકટર – 30 કચરાની ડમ્પીંગ સાઈટમાં પણ આગની ઘટના ઘટી હતી. જેને પણ ફાયરની ટીમે ઓલવી દઈ રાહતનો દમ લીધો હતો. આ સિવાય પણ સેકટર – 30 કચરાની ડમ્પીંગ સાઈટમાં પણ આગની ઘટના ઘટી હતી. જેને પણ ફાયરની ટીમે ઓલવી દઈ રાહતનો દમ લીધો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી
Next articleપોરબંદરમાં ચોપાટી ખાતે કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં શહેરીજનો કાર્યક્રમમાં ઉમટ્યા