(જી.એન.એસ) તા.૧
ગાંધીનગર,
ધનવંતરી રથ મારફતે સાપ્તાહિક આરોગ્ય ચકાસણી કાર્યને રૂબરૂ નિહાળી જરુરતમંદોના આરોગ્ય માટે થઈ રહેલ કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રીરાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009 ની જોગવાઈ મુજબ જિલ્લામાં 6 થી 14 વય જૂથના શાળા બહારના બાળકો માટે વય કક્ષા મુજબની ક્ષમતા સિદ્ધ કરી શિક્ષણના સામાન્ય પ્રવાહમાં જોડાયતે માટે સ્પેશિયલ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવે છે. અન્ય રાજ્યમાંથી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રોજીરોટી માટે સ્થળાંતર કરીને આવતા વાલીઓના બાળકોને કામના સ્થળે (વર્કસાઈટ) ઉપર જ શિક્ષણ મળી રહે તે હેતુથી ટેન્ટ સ્પેશિયલ ટ્રેનીંગ વર્ગશરૂ કરવામાં આવે છે.શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય, આ બંને દરેક નાગરિકને યોગ્ય રીતે મળે તો દેશના વિકાસમાં દરેક વ્યક્તિ ચોક્કસ સહભાગી થઈ શકે. માટે જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે. દવે દ્વારા વારંવાર પ્રાથમિક શિક્ષણ તથા આરોગ્યને લગતાં કાર્યક્રમો તથા સ્થળ મુલાકાતોનું આયોજન કરવામાં આવે છે. જેથી જરૂરી સૂચનો તથા અભિપ્રાયો દ્વારા જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જન સુખાકારીના કાર્યો યોગ્ય રીતે થઈ શકે.આવા જ ઉમદા હેતુથી,ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2024-25 માં ગાંધીનગર તાલુકાના રાંધેજા ક્લસ્ટરમાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકોના બાળકો માટે સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બાળ સુરક્ષા અધિકારીશ્રી, સમાજ સુરક્ષા અધિકારીશ્રી, લેબર ઓફિસરશ્રી, જિલ્લા એઆરએન્ડવીઈકો. ઓર્ડીનેટરશ્રી અને સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ સ્ટાફ દ્વારા વર્કસાઇટ પર તારીખ 01/01/2025 ના રોજ 11:00 કલાકે ટેન્ટ એસટીપી સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા આ મુલાકાત અંતર્ગત શિક્ષણ અને આરોગ્યની બાબતોને મધ્યમાં રાખતા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ ઈંટોના ભઠ્ઠાના માલિકને બાળકોના શિક્ષણ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા કરવા માટે સૂચના પણ આપી હતી. કલેકટર શ્રી ગાંધીનગરનું સ્પષ્ટ માનવું છે કે, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દરેક વર્ગના નાગરિકોને સમાન રીતે મળવી જોઈએ. અને તેમના આ જ વિચારને મધ્યવર્તી રાખી તેઓએ રાંધેજા ખાતે આવેલા ઈંટોના ભઠ્ઠા ખાતે મજૂરી કરતા પરિવારના બાળકોના ભણતરની અને મજૂર પરિવારોના આરોગ્યની ચિંતા કરી આ મુલાકાતનું આયોજન કર્યું હતુંઆ મુલાકાત દરમિયાન સરકારશ્રી દ્વારા બાળકોને અને શ્રમિકોને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત ધનવંતરી રથ મારફતે સાપ્તાહિક આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે, તેની પણ કલેક્ટરશ્રી દ્વારા નોંધ લેવામાં આવી હતી. કલેકટરશ્રીએ રૂબરૂ ધનવંતરી રથ મારફતે થતી આરોગ્ય ચકાસણીના કાર્યને નિહાળી જરુરતમંદોના આરોગ્ય માટે થઈ રહેલ કામગીરીને બિરદાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.