Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરના કુડાસણ પોલીસ ચોંકીમાંથી લૂંટનો આરોપી ફરાર, લઘુશંકા માટે કોન્સ્ટેબલે હાથકડી ખોલી...

ગાંધીનગરના કુડાસણ પોલીસ ચોંકીમાંથી લૂંટનો આરોપી ફરાર, લઘુશંકા માટે કોન્સ્ટેબલે હાથકડી ખોલી આરોપીને ભાગવાનો માર્ગ મોકળો કરી દીધો

33
0

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકની કુડાસણ ચોંકીમાંથી ગઈકાલે બપોરે લૂંટના ગુનાનો આરોપી વિપુલ રમેશભાઈ ઠાકોર ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઇ ગઈ છે. ત્યારે આરોપીને લઘુશંકા કરવા માટે પણ ફરજ પરના હેડ કોન્સ્ટેબલ ખોડસિંહ રતનસિંહે હાથ કડી ખોલી આપી ભાગવા માટે મોકળું મેદાન આપી ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં પકડાયેલ આરોપી કુડાસણ ચોંકીમાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટનાં ગુનામાં રાત્રે કુડાસણનાં 22 વર્ષીય વિપુલ રમેશભાઈ ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની પૂછતાંછ કરવા માટે કુડાસણ પોલીસ ચોકીના પીએસઆઇ એન એમ જોશી ગઈકાલે ચોંકી ઉપર લઈ ગયા હતા. પોલીસ ચોકીમા પુછપરછ ચાલુ હતી તે દરમ્યાન આરોપી વિપુલ ઠાકોરે ગુનાને લગતી કેટલીક મહત્ત્વની હકીકત વર્ણવી હતી. જેની ખરાઈ કરવા માટે પીએસઆઇ જોશી સ્ટાફના કોન્સ્ટેબલ વિશાલભાઈ નાથુભાઈને લઈને આરોપીએ કહેલી જગ્યાની સ્થળ તપાસ અર્થે ગયા હતા.

એ દરમ્યાન આરોપી વિપુલ ઠાકોરની કસ્ટડી ફરજ પરના હેડ કોન્સ્ટેબલ ખોડસિંહ રતનસિંહને સોપવામાં આવી હતી. બાદમાં આરોપી વિપુલ ઠાકોરે લઘુ શંકા કરવા માટે કહ્યું હતું. ત્યારે ઉપરી અધિકારી દ્વારા આરોપી ગંભીર ગુનાનો હોવા અંગેની સંપૂર્ણ રીતે માહિતગાર કરવામાં આવ્યા છતાં હેડ કોન્સ્ટેબલ ખોડસિંહ રતનસિંહે અધિકારીની સૂચનાની અવગણના કરીને રીઢા આરોપીની હાથકડી લઘુશંકા કરવા ખોલી દઈ ભાગવા માટેનું મોકળું મેદાન આપી દેવામાં આવ્યું હતું. જેનો લાભ ઉઠાવી વિપુલ ઠાકોર આરામથી નાસી ગયો હતો.

આ દરમ્યાન પીએસઆઇ જોશી બપોરના પરત ચોંકી પર આવ્યા હતા. જ્યાં હેડ કોન્સ્ટેબલ ખોડસિંહ અને આરોપીને નહીં જોઇને ચોંકી ઉઠયા હતા. જે અંગે પૂછતાછ કરતાં હેડ કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે આરોપીને કસ્ટડીમાં લઇને બેઠેલા તે સમયે તેણે પેશાબ કરવા માટે જવાનું કહ્યું હતું. આથી હાથકડી ખોલતાની સાથે આરોપી ધક્કો મારી નીચે પાડી દઈ નાસી ગયો હતો. જેને પકડવા માટે પાછળ ગયાનો વધુમાં ખુલાસો હેડ કોન્સ્ટેબલે કર્યો હતો.

આથી સ્થિતિ પારખી ગયેલા પીએસઆઇ જોશીએ તાત્કાલિક પીઆઈ વી જી રાઠોડને ઘટનાથી વાકેફ કરીને આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. પોલીસની અલગ અલગ ટીમોએ રાત સુધી કુડાસણના વિપુલ ઠાકોરની તપાસ આદરી હતી.

પણ તે હાથમાં નહીં આવતાં આખરે હેડ કોન્સ્ટેબલની કહાની મુજબ ઈન્ફોસિટી પોલીસ મથકમાં વિપુલ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં એક મર્યાદિત માત્રામાં ગાંજો રાખવા અથવા તેને પીવા પર જેલ જવું પડશે નહીં!..
Next articleફ્રાન્સની લેખિતા એની અર્નોક્સે જીત્યો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો