Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું હાનિકારક છે

ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું હાનિકારક છે

8
0

સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી

(જી.એન.એસ),તા.૩૦

નવીદિલ્હી,

દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ (લૂ) દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળવા જણાવ્યું હતું. આલ્કોહોલ પીવાથી પણ દૂર રહેવા માટે સરકારે લોકોને અપીલ કરી છે. આ સિવાય કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ (કોલ્ડ ડ્રિંક્સ) પીવાનું પણ ટાળવા જણાવ્યું છે. ત્યારે આ દરમિયાન ગરમીને લઈને શું કરવું તેને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

સરકારની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઉનાળામાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ આ પીણાં પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન (પાણીની ઉણપ) થઈ શકે છે. ત્યારે ગરમીના આ સમયગાળામાં હાઈ પ્રોટીન ફૂડ ન ખાવાની સલાહ આપવામાં આવી છે. તેમજ સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો. ઘરમાં ભોજન બનાવતી વખતે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર, હીટસ્ટ્રોકની અસરોથી બચવા માટે બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશમાં આવવાનું ટાળો. ગરમી દરમિયાન સફેદ રંગના સુતરાઉ કપડા પહેલો જે ગરમીમાં રાહત આપશે

ગરમીમાં રાહત મેળવવા આટલુ કરવાનું ટેવ પાળો.. જેમાં પૂરતું પાણી પીઓ. જો તમને તરસ ન લાગે તો પણ શક્ય તેટલી વાર પાણી પીવો. સફેદ કે હળવા રંગના, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, છત્રી/ટોપી, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરો. જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે બહાર જવાનું ટાળો. મુસાફરી દરમિયાન પાણી સાથે રાખો. આલ્કોહોલ, ચા, કોફી અને ઠંડા પીણા પીવાનું ટાળો. હાઈ પ્રોટિન ખોરાક લો અને વાસી ખોરાક ન ખાઓ. જો તમે બહાર કામ કરો છો, તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો અને તમારા માથા અને ચહેરાને હળવા સુતરાઉ કપડાથી ઢાંકો. જો તમે થાક, અસ્વસ્થ અથવા બીમાર અનુભવો છો, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. ઓઆરએસ, ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, લીંબુનું શરબત, વરીયાળીનું પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરો જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તમારા ઘરને ઠંડુ રાખો, પડદા, શટર અથવા સનશેડ્સનો ઉપયોગ કરો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો. પંખાનો ઉપયોગ કરો, ઠંડા પાણીથી સ્નાન કરો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના હસ્તે કલેકટર કચેરી ખાતે ‘મતદાન જાગૃતિ’ સંદર્ભે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું
Next articleભારતમાં કઈ Corona Vaccine આપવામાં આવી? અને તે કઈ કંપનીએ બનાવી?.. જાણો