(જી.એન.એસ),તા.૨૬
મુંબઈ,
સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકોમાં દુઃખનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે તેમનું નિધન 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી ન હતી. ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસ જેવા ગઝલ ગાયકની વિદાયથી સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસની સંગીત કારકિર્દી 6 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. પોતાના મોટા ભાઈની મદદથી તેમણે સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરૂ કર્યું અને પછી તેમણે પોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા. તેમના ઘરમાં જ તેમને સંગીતમય વાતાવરણ મળ્યું અને તેઓ સંગીતની દુનિયામાં આવ્યા અને સંગીતની દુનિયામાં જાણીતા થયા.
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેમના દાદાએ ગામમાંથી પ્રથમ વ્યક્તિ હતા જેમણે સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમના પિતા પણ સરકારી નોકરી કરતા હતા. આ રીતે તેમનો પરિવાર ગામના શિક્ષિત અને સમૃદ્ધ પરિવારોમાંનો એક હતો. પંકજ ઉધાસ પોતાની ગઝલના કારણે દેશના ખુણે ખુણા સુધી પહોંચી ચુક્યા હતા. તેમણે અનેક ખ્યાતનામ ગઝલોને પોતાના અવાજ થકી દેશના ખુણે ખુણા સુધી પહોંચાડી હતી.
તેઓ બોલિવુડ માટે પણ અનેક ગીત ગાયા હતા. તેમને 2006માં તેમને પદ્મશ્રી પણ પ્રાપ્ત થયો હતો. તેમનું પહેલું આલ્બમ ‘આહટ’ 1980માં રિલીઝ થયું હતું. આમાં તેમણે ઘણી ગઝલો ગાયી છે. પંકજ ઉધાસ તેમની ગઝલ ગાયકી માટે પ્રખ્યાત થયા હતા. તેમના પ્રખ્યાત ગીતોમાં ‘જીયે તો જીયે કૈસે બિન આપકે…’, ‘ચિઠ્ઠી આયી હૈ…’, ‘ના કજરે કી ધર, ના મોતી કે હાર…’નો સમાવેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.