(જી.એન.એસ),તા.૨૧
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે જે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાં 3 વિકેટકીપર બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે. અને, KS ભરત તે 3 નામોમાંથી એક છે. આ સિવાય કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલનો પણ આ જ રોલ છે. હવે સવાલ એ છે કે આ ત્રણમાંથી કોણ વિકેટકીપર તરીકે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે? કેએસ ભરતે ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A તરફથી રમતા આ સદી ફટકારી હતી. કેએસ ભરતે 165 બોલનો સામનો કર્યો અને 15 ચોગ્ગાની મદદથી 116 રન બનાવ્યા. તેની સદી બાદ ઈંગ્લેન્ડ લાયન્સ અને ઈન્ડિયા A વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. ભારતના વિકેટકીપર બેટ્સમેને આ સદી ભગવાન શ્રી રામને સમર્પિત કરી છે, જેનો ઉલ્લેખ તેણે સોશિયલ મીડિયા પર પણ કર્યો છે. આ સેન્ચુરીને કારણે કે એસ ભરત પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ થઈ શકે છે. કેએલ રાહુલની સર્જરીને કારણે ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપી શકે છે. જ્યારે ધ્રુવ જુરેલને ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.