Home ગુજરાત ખેડૂતોને વળતર ન ચુકવી શકlતાં “સમૃધ્ધ ગુજરાત”ના ગરવા સીએમ રૂપાણીની સરકાર શર્મસાર….!

ખેડૂતોને વળતર ન ચુકવી શકlતાં “સમૃધ્ધ ગુજરાત”ના ગરવા સીએમ રૂપાણીની સરકાર શર્મસાર….!

446
0
1 મે 1960થી…..સોરી…સોરી…7, ઓક્ટોબર 2001 પછી ગુજરાતમાં આવુ ક્યારેય બન્યું નથી કે ખેડૂતોને વળતર ચુકવવામાં પોણા બે લાખ કરોડનું વાર્ષિક બજેટ ધરાવનાર પાણીદાર સરકાર નિષ્ફળ ગઇ હોય. મુઠ્ઠીમાં આચમન જેટલુ લઇને તેમાં ડૂબી મરવુ જોઇએ સરકારને

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.19
કોઇ સરકારમાં કોઇ નાગરિકનું ભૂખમરાથી મોત થાય તો તેનાથી વધારે દયનીય અને શરમજનક સ્થિતિ બીજી કોઇ હોઇ શકે નહીં. મરનાર ભૂખમરાથી જ મર્યો કે અન્ય રીતે તેની તપાસ માટે સરકારી નિયમમાં જોગવાઇ છે કે તેની હોજરી તપાસો. જો તેની હોજરીમાંથી અન્નનો એકપણ કણ ન મળે તો સરકાર માને કે તે ભૂખમરાથી મોતને ભેટ્યો અને સરકાર જવાબદાર. ઓરિસ્સાના કાલાહાંડીમાં ભૂખમરાથી અનેક મોતને ભેટ્યા પરંતુ કોઇએ સરકારી નિયમ મુજબ તેનો સ્વીકાર ના કર્યો નથી. ભૂખમરા ઉપરાંત સરકારી લેણુ કે વળતર ચુકવવા સરકારની કોઇ માલમિલકત વળતર ચુકવવા માટે સરકારની એક રૂપિયાની પણ માલ-મિલકત કે સરસામાન જપ્ત કરવામાં આવે તો તે પણ સરકાર માટે ડૂબી જવા સમાન અને ટીવીની ભાષામાં કહીએ તો શર્મસાર…કરનેવાલી બાત હૈ….!
ના….આ વાત કોઇ એવા રાજ્યની નથી કે જે ગરીબ અને પછાત છે. આ વાત અને સત્ય હકીકત ગરવી ગુજરાત-સમૃધ્ધ ગુજરાત અને ગરવી-સમૃધ્ધ ગુજરાતના ગરવા અને સમૃધ્ધ(?) સીએમ વિજય રૂપાણી સરકારની છે….! સ્થાનિક કોર્ટના હુકમથી કેટલાક ખેડૂતોની જમીનના વળતર માટે કોર્ટ સરકારના કાન પકડી પકડીને થાકી જાય અને છેવટે વળતર માટે સરકારની કચેરીઓનો સામાન જપ્ત કરવાનો આદેશ આપે અને તેનું પાલન કરીને સરકારી કચેરીનો માલસામાન ખટારામાં ભરીને લઇ જાય તો વાયબ્રન્ટ-ગતિશીલ-સંવેદનશીલ અને નિર્યાયક સરકાર માટે એનાથી વધારે બીજુ શું શરમજનક હોઇ શકે….? અને વળતર પણ કેટલું…? કોઇ હજારો કરોડ રૂપિયા પણ નહીં પરંતુ વધુમાં વધુ એક કે બે લાખથી વધારે નહીં. છતાં સરકારી તંત્ર એ વળતર ચુકવી નહીં શકતા છેવટે રૂપાણી સરકારની આબરૂના એવી ધજાગરા થયાં છે કે તેમણે દિલ્હી નેતૃત્ને કદાજ જવાબ આપવો પણ ભારે પડી જાય.
સૌરાષ્ટ્રનમાં ભાદર ડેમ-2 માટે 1997માં સ્થાનિક ખેડૂતોની જમીન સંપાદન કરવમાં આવી. સરકારે તે વખતે ચોરસ મીટર દીઠ 5થી 8 રૂપિયાનું વળતર આપ્યું. અસરગ્રસ્ત ખેડૂતો કોર્ટમાં ગયા. ખેડૂતોની તરફેણમાં ચુકાદો આવ્યો અને સરકારે નક્કી કરેલા દર કરતાં ઉંચા દરે વળતર આપવા કહ્યું. કોર્ટના આદેશને તંત્ર પટિયાલા ગ્લાસમાં લસ્સી સમજીને મસ્ત રીતે ઘોળીને ગટગટાવી ગયા…!
કોર્ટે અનેક નોટિસો આપી સરકારને. પણ વાયબ્રન્ટ અને સ્ટેચ્યૂમાંથી સરકાર નવરી પડે તો ન…! કોર્ટ તો આખરે કોર્ટ છે. કોર્ટે આદેશ આપ્યો- સરકારી સામાન જપ્ત કરો અને તેની હરાજી કરીને વળતર ચુકવો….! સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર ખેડૂતો પ્રત્યે કેટલી સંવેદનશીલ છે અને કેટલા ઝડપથી પ્રજા હિતમાં નિર્ણય લે છે તેનો તાજો દાખલો એ છે કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર નહીં જાગી અને છેવટે અરજદાર ખેડૂતોના હિતમાં ધોરાજી કોર્ટે ધોરાજીનીરજીસ્ટ્રાર કચેરી, ભાદર સિંચાઇ કચેરી અને તિજોરી(ટ્રેઝરી) ઓફિસ એમ ત્રણ-ત્રણ સરકારી કચેરીના સામાન જપ્તીનો હુકમ કર્યો અને તેનું પાલન કરીને રજીસ્ટ્રાર ઓફિસના સીપીયુ,એસી, ખુરશીઓ બાંકડાઓ,ફર્નિચર વગેરે. ભરીને જપ્તીમાં લઇ ગયા…..! નિર્ણાયક રૂપાણી સરકાર મહાત્મા મંદિરમાં રાષ્ટ્રીય કક્ષાના વિવિધ સેમિનારોના ઉદઘાટનોમાં વ્યસ્ત રહી અને સરકારી સામાન મસ્ત રીતે જપ્ત થઇ ગયો…..!
આ અંગેના સમાચાર અખબારમાં આવ્યાં પછી ગાંધીનગરથી ટેલિફોનના તાર-હવે તો વાયરલેસ છે એટલે વાયર વગરના સાધનોના મોજા કંપારી ઉઠ્યા હશે અને તેનો જવાબ માંગ્યો હશે. પણ હવે શું….? બુંદ સે જો ગઇ વો હૌજ સે નહીં આતી. 3-3 સરકારી કચેરીનો સામાન સરકાર વળતર ચુકવવામાં નિષ્ફળ જતાં કોર્ટના હુકમથી જપ્ત થઇ જાય તેનાથી રૂડી રળિયામણી ઘડી રૂપાણી સરકાર માટે બીજી કઇ હોઇ શકે ભલા માણસ….!
હવે જો એમ કહીએ કે આ સરકાર પાસે પ્રતિમા બનાવવા 4 હજાર કરોડ છે, વાયબ્રન્ટ સમિટ માટે કરોડો ફટાક કરતાં નિકળે, મોંઘેરા દિલ્હીના મહેમાનના કાર્યક્રમ અને સ્વાગત માટે કરોડોના ખર્ચે બેનર-હોર્ડિંગ્સ અને કેટલું બધુ સચવાઇ જાય. પણ ધોરાજીના મુઠ્ઠીભર ખેડૂતોને ડેમ માટે આપેલી જમીનના વળતર માટે નાણાં નથી….? બુલેટ માટે કેટલો ખર્ચ થઇ રહ્યો છે….ખેડૂતોને મોં માંગ્યું વળતર અપાઇ રહ્યું છે ફટાફટ બુલેટની ગતિએ……પણ કોર્ટના હુકમ બાદ પણ ખેડૂતોને 1997ના ભાવે વળતર આપવાની સરકાર પાસે જોગવાઇ નથી કે દાનત નહોતી….?
જે સામાન જપ્ત થયો તે સરકારની માલમિલકત છે. અને સરકારી માલમિલકતની આ રૂીતે જપ્તી થાય તો તે માટે સ્થાનિક તંત્ર તો જવાબદાર છે જ પણ સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી અને મંત્રી પણ એટલા જ જવાબદાર છે. ભાદર ડેમમાં પાણી હોય તો મુઠ્ઠીમાં આચમન જેટલુ લઇને તેમાં ડૂબી મરવુ જોઇએ સરકારને. 1 મે 1960થી…..સોરી…સોરી…7, ઓક્ટોબર 2001 પછી ગુજરાતમાં આવુ ક્યારેય બન્યું નથી કે ખેડૂતોને વળતર ચુકવવામાં પોણા બે લાખ કરોડનું વાર્ષિક બજેટ ધરાવનાર પાણીદાર સરકાર નિષ્ફળ ગઇ હોય અને કોર્ટે સરકારી મિલકત જપ્ત કરી હોય. પાણીદાર રૂપાણી સરકારનું પાણી ધોરાજીની જે કચેરીનો સામાન જપ્ત થઇ ગયો તે 3 કચેરીના વહીવટકર્તાઓની નિષ્ફળતાએ સરરરરરર…..કરીને ઉતારી નાંખ્યું….! સમજાય તેને વંદન અને ન સમજાય તેમને અભિનંદન…..!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઘાણીના મંત્રી બનવાના અભરખા…..?, અમિત શાહે કહ્યું પહેલા પરિપક્વ થાઓ….!?
Next articleસમાચાર માધ્યમો માટે સાધુ – સંતો સમાચારનું કારખાનું બની રહ્યા છે