Home ગુજરાત વાઘાણીના મંત્રી બનવાના અભરખા…..?, અમિત શાહે કહ્યું પહેલા પરિપક્વ થાઓ….!?

વાઘાણીના મંત્રી બનવાના અભરખા…..?, અમિત શાહે કહ્યું પહેલા પરિપક્વ થાઓ….!?

451
0

નવા પ્રમુખ તરીકે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને નવા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.16
બગાસુ ખાતા મોઢામાં પતાસુ આવી પડે તેમ ભાજપમાં સામાન્ય જુનિયર ધારાસભ્યમાંથી એકાએક ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનેલા જીતુભાઇ વાઘાણીને તેમની 3 વર્ષની ટર્મ પૂરી થવામાં છે ત્યારે તેમને “મન મેં લડ્ડુ ફૂટા..”ની જેમ સંગઠનમાંથી હવે સરકારમાં બેસવા મંત્રીપદના અભરખા જાગ્યા છે. જો કે દિવાળી પર્વમાં અમદાવાદ આવેલા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સમક્ષ વાઘાણીએ જ્યારે પોતાના મન કી બાત કરી ત્યારે એમ કહેવાય છે કે શાહે તેમને એવી સલાહ આપી કે છોકરમતમાંથી બહાર આવો અને પરિપક્વ થાઓ….! સંગઠન નવા પ્રમુખ તરીકે ઠરેલ અને પરિપક્વતા ધરાવનાર ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ એ બેમાંથી કોઇ એકને નવા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ચેક બાઉન્સ કેસમાં ફસાયા હતા અને મુંબઇની કોર્ટમાં તેમને આરોપીની જેમ હાજર થવું પડ્યું હતું. અને પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યું હતું. તેમણે પોતાની આ નાણાંકિય લેવડદેવડની જાણ ભાજપની નેતાગીરીથી છુપાવી હતી કે પછી ભાજપવાળા જાણતા હતા એ તો તેઓ જ જાણે પણ વાઘાણી સામેની કોર્ટ કાર્યવાહીથી કોંગ્રેસને જાણે અજાણે આરોપ મૂકવાની તક વાઘાણીએ આપી હતી.
સૂત્રો કહે છે કે ભાજપનું સંગઠન હવે ગામે ગામ વિસ્તરેલું છે. જેના લાખો કાર્યકરો છે અને છેલ્લાં 24 વર્ષથી ગુજરાતમાં સતત સત્તામાં છે ત્યારે અને વજુભાઇ વાળા-પરસોત્તમ રૂપાલા અને રાજેન્દ્રસિંહ રાણા જેવા પીઢ અને પરિપકવતા ધરાવનારા ખમતીધર નેતાઓની સરખામણીમાં વાઘાણી વામણાં પૂરવાર થયાં છે. ક્યા મુદ્દે ક્યારે શું બોલવું તેની ગતાગમ અને આવડત હજુ વાઘાણીમાં આવી નથી. તેમણે કોઇપણ મુદ્દે આડેધડ અને ન બોલવાનું બોલીને સંગઠનને મુશ્કેલીમાં મૂક્યું હોય એવા અનેક દાખલા પક્ષના સૂત્રો આપે છે.
નવી નેતાગીરી અને આગલી હરોળ તૈયાર કરવાની સંગઠનના ઘડામણમાં વાઘાણી સાંગોપાંગ પાર ઉતરી શક્યા નથી. તેમ છતાં તેમણે દિવાળી વખતે અમિત શાહને મળીને સરકારમાં મંત્રી બનાવવાની લાગણી દર્શાવી હતી. જેના જવાબમાં શાહે તેમને એવી સલાહ આપી હોવાનું મનાય છે કે પરેલાં પરિપક્વ થાઓ. પછી મંત્રીપદનું જોઇશું.
સૂત્રોએ કહ્યું કે જાડેજા અમિત શાહની ગુડબુકમાં સૌથી અગ્રતાના ક્રમે છે અને વર્ષોથી સંગઠનના જાણકાર છે. મોઢાના કેન્સરની સારવાર બાદ તેમના સ્વાસ્થયને લઇને અને તેમના અનુભવનો લાભ સંગઠનને મળે તે હેતુથી તેમને પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા સાથે જો તેઓ સરકાર છોડવા તૈયાર ના થાય તો પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલને નવા પ્રમુખપદે બેસાડવામાં આવે તેમ છે. પક્ષમાં નવા પ્રમુખની વરણીની આંતરિક તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવા પ્રમુખ જે કોઇ પણ બને પરંતુ શાહની સલાહ બાદ વાઘાણીનો મંત્રીમંડળમાં સમાવેશ હાલમાં તો નામુમકિન લાગી રહ્યું હોવાનું પક્ષના સૂત્રો માની રહ્યાં છે. વાઘાણીને માત્ર ધારાસભ્યપદથી સંતોષ માનવુ પડે તોપણ નવાઇ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલો બોલો..ગુજરાતને બદનામ કરવા પાટનગરમાં દારૂની ખાલી બોટલો મુકી ગયા ગેહતોલ…..?
Next articleખેડૂતોને વળતર ન ચુકવી શકlતાં “સમૃધ્ધ ગુજરાત”ના ગરવા સીએમ રૂપાણીની સરકાર શર્મસાર….!