Home અન્ય રાજ્ય ખેડા માં કોકાકોલા કંપની ને આરએસી દ્વારા રૂ. ૧૫ લાખ નો દંડ...

ખેડા માં કોકાકોલા કંપની ને આરએસી દ્વારા રૂ. ૧૫ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો

24
0

ફ્રોજન ઓરંજ પલ્પ ના નમુના ૨૦૨૨ માં મિસબ્રાન્ડ જાહેર થયા હતા

રાજ્યના નાગરિકોને શુદ્ધ-સલામત ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના સતત પ્રયત્નો

(જી.એન.એસ) તા. 17

ગાંધીનગર/ખેડા,

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો ની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી કાયદાનું ભંગ કરતાં તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ કચેરીને મુ. ગોબલજ, તા. ખેડા જિ. ખેડા ખાતે તા. ૧૪-૦૬-૨૦૨૨ ના રોજ રૂટીન તપાસ દરમિયાન લેબલીંગ ની મિસ્ટેકવાળા ઇમ્પોટેડ ફ્રોઝન ઓરેંજ પલ્પ ના સ્ટોરેજ પેઢી કોલ્ડ મેન લોજીસ્ટીક પ્રા. લી. ને. હાઈવે નં. ૮, મુ. પો. બીડજ તા જી. ખેડામાં પેઢી હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ  પ્રા. લી., મુ. ગોબલેજ તા. માતર જી. ખેડા નો ઈમ્પોર્ટ કરાયેલા ઈનગ્રેડીયેન્ટસ (ફ્રોઝન ઓરેન્જ પલ્પ-પીસ રીવર બ્રાંડ-૨૦ કિગ્રા. પેક બોક્સ X ૪૦૦ બોક્સ = ૮૦૦૦ કિગ્રા) નો જથ્થો સંગ્રહ થયેલ છે તેવુ જોવા મળેલ. નડિયાદ-ખેડા કચેરી ના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા સંયુક્ત પણે સફળ રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ હતી. જે અન્વયે, મે. હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લી. નામની પેઢીના નોમીની અભિષેક પ્રેમપ્રકાશ અગ્રવાલ ની હાજરીમાં નમુનો લેવામાં આવેલ હતો. આ અંતર્ગત આશરે ૮૦૦૦ કિલોગ્રામ નો જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ.૧૧ લાખ થાય છે, તે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ હતો.

આ નમૂનો ફુડ એનાલીસ્ટ શ્રી, ભુજ ને નિયમાનુસાર ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ જે તા.૦૮/૦૮/૨૦૨૨ ના રોજ મીસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવેલ.

સદર બાબતે કેસ ને લગતી તમામ માહિતી મેળવી તા. ૦૪/૧૧/૨૦૨૩ ના રોજ એડ્જ્યુડીકેટીંગ ઓફિસર શ્રી, ખેડા (નડિયાદ) સમક્ષ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ પાંચ ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે બાબતે તાજેતરમાં એડ્જ્યુડીકેશન ઓફિસર શ્રી દ્વારા ગુના ની ગંભીરતા ને ધ્યાને લેતા તમામે તમામ પાંચે ઈસમો ને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ દંડ કરવામાં આવેલ જે કુલ દંડ રૂ. ૧૫,૦૦,૦૦૦/- (રૂપિયા પંદર લાખ) નો કરેલ છે. વધુમાં સદર પેઢી દ્વારા અગાઉ વર્ષ ૨૦૨૧ માં પણ આ પ્રકારની ગુનો કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જે અંગે પણ તેઓને એડ્જ્યુડીકેશન ઓફિસર દ્વારા તા. ૩૧/૧૨/૨૦૨૧ ના હુકમથી કુલ ૮,૦૦,૦૦૦/- (રૂપિયા આઠ લાખ) નો દંડ કરવામાં આવેલ હતો. આજ દિન સુધી માં સબસ્ટાન્‍ડર્ડ/મિસબ્રાંડેડ જાહેર થયેલા ખાદ્યપદાર્થના નમુના માં રૂ ૩૭ કરોડ થી પણ વધુનો દંડ રાજ્યના વિવિધ જીલ્લાના એડ્જ્યુડીકેશન ઓફિસર શ્રી દ્વારા જે તે ખોરાક વિક્રેતા/ઉત્પાદકોને ફટકારવામાં આવેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિન રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરી જમીનની પ્રાકૃતિક રીતે જાળવણી કરીએ
Next articleભારતના 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના પોસ્ટરનું અનાવરણ