પંચમહાલ જિલ્લાના શહેરાથી રેણા મોરવા જતા માર્ગ ઉપર આવેલા ખરેડીયા ગામ પાસે રાત્રે નવરાત્રિના ગરબા રમી પરત ફરી રહેલા બાઈક સવાર ડીવાઈડર સાથે અથડાતા 2 યુવાનોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પરિવારજનોમાં થતા મોતનું માતમ છવાયું હતું.
જ્યારે 2 યુવાનોની એકસાથે અર્થી ઉઠતા આખું લાભી ગામ હિબકે ચડ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરાથી રેણા મોરવા જતા માર્ગ પર ખરેડીયા પાસે રાત્રે બાઈક પર 3 સવારી કરીને જતા યુવાનોને અકસ્માત નડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાઈક ડિવાઈડર સાથે અથડાતા 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 1ને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હોવાનું જાણવા મળી રહ્યુ છે.
યુવાનોના મોતના પગલે લાભી ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. શહેરા તાલુકાના ખરેડીયા પાસે રાત્રે અકસ્માતની ઘટના બની છે. જેમા બાઈક ડીવાઇડર સાથે અથડાતા 2 આશાસ્પદ યુવાનોના કરુણ મોત થયા છે. એક ઇજાગ્રસ્ત થવા પામ્યો છે. મોતને ભેટનાર યુવાનો શહેરા તાલુકાના લાભી ગામના વિજય પગી અને હિતેશ પગી હોવાનું જાણાવા મળ્યું છે.
તેમજ ઇજાગ્રસ્ત થયેલા યુવાન વાટાવછોડા ગામનો હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માતની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા છે. યુવાનો નવરાત્રિ જોવા જતા હોવાની પ્રાથમિક માહીતી મળી છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. યુવાનોના મોતને પગલે પરિવાર અને લાભી ગામમા શોકનો માહોલ છવાઇ ગયો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.