Home ગુજરાત ખંભાતમાં એક ગામના શખસે મિત્રની જ પત્નીને લાલચ આપી દુષ્કર્મ આચર્યું

ખંભાતમાં એક ગામના શખસે મિત્રની જ પત્નીને લાલચ આપી દુષ્કર્મ આચર્યું

23
0

ખંભાત શહેરના એક ગામમાં રહેતાં શખસે મિત્રની જ પત્ની સાથે આંખો મળી જતાં તેમજ નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારતાં સમગ્ર મામલો ખંભાત શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતમાં રહેતા જયેશ રાઠોડ નામના એક યુવકને તેના મિત્રની જ પત્ની સાથે આંખો મળી હતી. જેને કારણે છેલ્લાં દોઢ-બે માસથી બંને જણાં એકબીજાને મળતાં હતા.

દરમિયાન, પરિણીતાનો મોબાઈલ બગડી જતાં શખસે તેણીને નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી હતી. અને શખસે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પરિણીતાના પતિને થતાં જ તેણે ખંભાત પોલીસ સ્ટેશનમાં શખસ વિરૂદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ-અમદાવાદ હાઇવે પર  અચાનક લકઝરી બસ રસ્તા પરથી ઉતરી,15 મુસાફરોને ઈજા પહોચી
Next articleફોન ઝૂંટવી ભાગવા જતાં લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો, 1.6 લાખનો મુદ્દામાલ કબ્જે