Home દેશ - NATIONAL ક્લિનચીટ મિસફાયર…!, ટેલિગ્રાફ નવ પ્રશ્નાર્થ મુકી અખબારી તોપનો ગોળો છોડ્યો

ક્લિનચીટ મિસફાયર…!, ટેલિગ્રાફ નવ પ્રશ્નાર્થ મુકી અખબારી તોપનો ગોળો છોડ્યો

621
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.15
રાફેલ વિમાન મામલો સુપ્રિમ કોર્ટમાં હતો. ગઇકાલે શુક્રવારે તેનો ચુકાદો જાહેર કરાયો. કોર્ટે જાહેર કર્યું કે કેન્દ્ર સરકારે જે દસ્તાવેજો રજૂ કર્યા, જે રિપોર્ટ રજૂ કર્યા તેના આધારે કેગ અને પીએસીને તેમાં કાંઇ ખોટુ જણાયું નથી. સોદાની સામે કોઇ શંકા નથી અને રાફેલ વિમાનની ખરીદ કિંમતમાં અમે નહીં પડીએ. ટેલિગ્રાફ નામના અખબારે સટીક અને સણસણતા સવાલો કરતાં પ્રશ્નાર્થ મૂકીને કેન્દ્ર સરકારને સવાલો કર્યા કે રાફેલ અંગેનો કેગ રિપોર્ટ ક્યારે સંસદમાં રજૂ કરાયો, પીએસી એટલે કે જાહેર હિસાબ સમિતિએ રાફેલ સોદા અંગે કેગનો રિપોર્ટ કર્યારે તપાસ્યો..? અખબારે પેટા શિર્ષકમાં લખ્યું છે કે મોદી સરકારને અપાયેલી ક્લિનચીટ મિસફાયર થઇ-નિશાન ચૂકી ગઇ..! રાહુલ ગાંધીએ પીએસી અંગે કરેલો કટાક્ષ કે શું ભારતની સંસદની જાહેર હિસાબ સમિતિનો અહેવાલ ફ્રાન્સની સંસદમાં રજૂ કરાયો…તેને પણ 3 કોલમાં સ્થાન આપ્યું છે. ભારતના કહેવાતા ધરખમ અને અખબારી સ્વાતંત્ર્યતાના બણગાં ફૂંક્તા કોઇ અખબારે મોદી સરકાર અને ન્યાયતંત્રને સવાલો કરનાર મથાળું આપવાની હિંમત કરી નથી. દિલ્હીમાં કાર્યરત મોટા મોટા અખબારોના સંસદની કાર્યવાહીનું રિપોર્ટીંગ કરનારા પત્રકારો જાણે છે કે રાફેલ અંગેનો કેગનો રિપોર્ટ રજૂ થયો જ નથી તો પછી મોદી સરકારે સુપ્રિમ કોર્ટમાં કયો રિપોર્ટ દર્શાવ્યો..? શું આ પત્રકારો જાણતા નથી કે કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવો પડે છે અને તેની નકલો મિડિયાને પણ ઉપલબ્ધ કરાવવી પડે છે…? પીએસીના ચેરમેન કોંગ્રેસના છે. તેમને પણ નવાઇ લાગી કે રાફેલ અંગે કેગનો રિપોર્ટ પીએસીમાં ક્યારે રજૂ કરાયો અને ક્યારે તેને ક્લિનચીટ આપવામાં આવી..? મોટા અને અખબારી સ્વાતંત્ર્યના ઝંડો લઇને ફરતાં અખબારોએ જે હિંમત ના બતાવી તે ટેલિગ્રાફ નામના અખબારે 9 પ્રશ્નાર્થ મૂકીને 9 અખબારરૂપી તોપના ગોળા છોડ્યા છે સરકારની સામે. ચુકાદા પછી કોઇએ સરકારને એવો સવાર ના કર્યો કે રાફેલ અંગે કેગનો રિપોર્ટ ક્યારે બન્યો, કોણે બનાવ્યો, તારણો શું છે, તથ્ય શું છે..? કદાજ એટલે જ સોશ્યલ મિડિયામાં જાગૃત લોકો વારંવાર સવાલો કરે છે કે ભારતનું મિડિયા હવે ખરેખર વિશ્વસનીય નથી..!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી સરકારે ભારતીય અર્થતંત્રની નસબંધી કરી દીધીઃ પ્રવિણ તોગડીયા
Next articleમનગમતો ચુકાદો મેળવી લેવો અને પછી કહેવું….ભૂલચૂક લેવીદેવી…..!