(GNS),09
ભારતીય ક્રિકેટર અને પશ્ચિમ બંગાળ રાજ્યનાં રમત ગમત મંત્રી મનોજ તિવારીએ 3જી ઓગસ્ટના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ 5 દિવસમાં તેણે નિવૃત્તિના નિર્ણય પર યુ-ટર્ન લીધો હતો. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ મનોજ તિવારીએ નિવૃત્તિ અંગેનો નિર્ણય બદલી નાખ્યો છે અને તે ફરીથી બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે. મનોજ પત્રકાર પરિષદ દ્વારા આ અંગે ઔપચારિક માહિતી આપશે. મનોજ બંગાળની મમતા સરકારમાં રમતગમત મંત્રી છે. મનોજના નેતૃત્વમાં જ બંગાળની ટીમ ગયા વર્ષે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી અને રનર્સઅપ રહી હતી. મનોજના નિવૃત્તિના નિર્ણયથી બંગાળનો મિડલ ઓર્ડર નબળો પડ્યો છે. કારણ કે તે મિડલ ઓર્ડરમાં સૌથી અનુભવી બેટ્સમેન હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલી સાથે વાત કર્યા બાદ નિવૃત્તિ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 3 ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને મનોજે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી, તેણે મીડિયામાં આ વિશે વધુ વાત કરી ન હતી. તિવારીએ અત્યાર સુધીમાં 141 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને તે 10,000 રન પૂરા કરવાથી માત્ર 92 રન દૂર છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 29 સદી અને 45 અડધી સદી ફટકારી છે. મનોજે ભારત માટે 12 વનડે રમી હતી. આ દરમિયાન 287 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેણે 3 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.