– વીર સાવરકરનું જીવન પ્રેરણાદાયી : નાયબ મુખ્ય દંડક
(GNS),28
ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની 140 મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ. ગુજરાત વિધાનસભાના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વીર સાવરકરનું જીવન દેશના યુવાનોના જીવન ઘડતર માટે પ્રેરણાદાયી છે. વીર સાવરકરે દેશ માટે પોતાનું યોગદાન આપ્યું હતું એને યાદ કરીને આવનારી પેઢી રાષ્ટ્રભાવના સુદ્રઢ કરવા તેમની પાસેથી પ્રેરણા લે. એમના આશીર્વાદ આપણને સદાય મળતા રહે તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધનસભાના સચિવ ડી. એમ. પટેલ, ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઈ પટેલ સહિત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ પણ સ્વ.શ્રી સાવરકરના તૈલચિત્રને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.