Home મધ્ય ગુજરાત અમદાવાદ કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ: શુલ્ક છાશ વિતરણ

કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ: શુલ્ક છાશ વિતરણ

128
0

(GNS),28

તા. 28/05/2023, રવિવાર ના રોજ, કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને AMTS ના સભ્ય શારદુલ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશન ના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઇ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, જોલી અઘ્યારુ, ધ્રુમિત ઠક્કર, દીપેશભાઈ સથવારા, હાર્દિક સુખડીયા, જય દેસાઇ, નરેન્દ્રભાઇ શર્મા દ્વારા મણીનગર વિસ્તારમાં આવેલા આવકાર હોલ ના અમુલ કોર્નર પાસે નિ:શુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે.

છેલ્લા ૭ વર્ષથી નિરંતર ઉનાળા ની આકરી ગરમીમાં રાહદારીઓ માટે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે અને આજ સુધી આ કાર્ય માટે કેસરીયા યુથ ફેડરેશન ના સભ્ય સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ જોડે થી એક પણ પૈસો-રૂપિયા ની ભેટ કે દાન ની રાશી સ્વીકાર્યા વગર કેસરીયા યુથ ફેડરેશન દ્વારા આ નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.

કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિ: શુલક છાશ વિતરણ કાર્યક્રમ અંતર્ગત સ્વછતા નું ઓન ધ્યાન રાખવામાં આવે છે, યુઝ એન્ડ થ્રો ગ્લાસ ની અંદર અપાતી છાશ, રાહદારી દ્વારા ની સેવન કર્યા બાદ તેને રસ્તા ના ફેંકી મંડપ ની બે બાજુ મૂકેલા કચરા ના ડબા માં જ નાખવા તેમજ છાશ વિતરણ કાર્યક્રમ પતી ગયા બાદ તે સ્થળ ની સાફ સફાઈ પણ કરવામાં આવે છે.

કેસરીયા યુથ ફેડરેશન ની સ્થાપના ૨૦૦૩ માં થઈ હતી અને આ ફેડરેશન દ્વારા વર્ષોથી ઉનાળામાં રાહદારીઓ માટે નિ શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે અને બીજા ઘણા બધા લોક સેવા અને સમાજ ને પ્રેરણા આપે તેવું આયોજન કરવામાં આવે છે.

Previous articleક્રાંતિવીર સાવરકરની 140મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
Next articleમણિપુરમાં સુરક્ષા દળોએ 40 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા