
ગાંધીનગર
આ તો બાપુ છે ભાઈ, કયારે કેવા સમીકરણો બદલી નાખે અને કેવા રાજકીય પ્રપંચો રચે તે નક્કી નહીં, પરંતુ કોંગ્રેસ શંકરસિંહ વાઘેલા જેવા લોકો વચ્ચે રહેનાર કદાવર નેતાને સાચવી ન શકી તો પછી હવે બાપુની ગેરહાજરી અને મદદ ન મળતા ઉલ્ટા પરિણામો માટે તૈયારી રાખવી જ પડે. ભાજપે તો મહેનત કરી હોય કે પછી અનાયસે બગાસુ ખાતા પતાસુ આવ્યુ હોય તે તો રામ જાણે પરંતુ રાજ્યસભાની ત્રીજી બેઠક કબ્જે કરવા માટે જબરદસ્ત આશા બંધાઈ છે. બાપુ બે દિવસ આરામ ફરમાવે અને પછી સક્રિય થાય તો હવે ‘લાગે ભાગે લોહીની ધાર’ જેમ બેટીંગ કરી શકે. હવે સૌનો એજન્ડા એક જ રહેશે. એજન્ડા ‘રાજ્યસભા’!
બાપુએ પોતાનામાંથી કોંગ્રેસને મુકત કરી છે અને પોતે પણ કોંગ્રેસમાંથી મુકત થયા છે ત્યારે હવે કોઈની પણ શેહશરમ વગર પોતાના આત્માના અને જુથના અવાજ મુજબ નિર્ણય લઈ શકશે અને એ નિર્ણય ગુજરાતના રાજકારણ માટે ઘણો મહત્વનો બની રહેશે.
ભાજપ અને કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીના કારણે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે અને રાજ્યસભા ચૂંટણી સુધી બન્ને પક્ષ છાસ પણ ફુંકી ફુંકીને પીશે. કોંગ્રેસ પાસે તો બાગી ધારાસભ્યોના નામો પણ છે પરંતુ રાજ્યસભાની ચૂંટણીને કારણે કડક પગલાઓ લેશે નહી અને લઈ પણ નહી શકે.
બીજી તરફ ભાજપે બરાબરની સોગઠીઓ મારી છે ઉપરાંત હજુ ઘણા કોંગી ધારાસભ્યો સાથે ટોચના નેતાઓ સીધા સંપર્ક ધરાવે છે પરંતુ વાત બહાર આવતી નથી ત્યારે ભાજપે રાજ્યસભાની ત્રીજી બેઠક કબ્જે કરી વિધાનસભા ચૂંટણી ટાણે કોંગ્રેસને મરણતોલ ફટકો મારવાનો પ્લાન અમલમાં મુકી જ દીધો છે.
આગામી રાજ્યસભા માટે હવે જો કોઈ સૌથી મહત્વનું પરિબળ હોય તો તે હવે કોંગ્રેસ મુકત શંકરસિંહજી વાઘેલા અને તેમના સાથી મિત્રો છે.
બાપુ જુથ સિવાયના પણ ઘણા એવા ધારાસભ્યો છે કે જે ભાજપની ટીકીટ ઉપરથી પણ કોંગ્રેસની પરંપરાગત બેઠક પરથી જીતી શકે તેવા પણ અમુક ધારાસભ્યો ભાજપના ટોચના નેતાઓના સંપર્કમાં હોવાનું ચર્ચાય છે.
ટૂંકમાં કહીએ તો હવે ભાજપ અને કોંગ્રેસનો હાલનો એજન્ડા રાજ્યસભા જ છે અને આ એજન્ડામાં મુખ્ય પરિબળ તરીકે બાપુ અથવા તો બાપુએ જેમને અંતર આત્મા મુજબ ભવિષ્ય બનાવવા છૂટો દોર આપ્યો છે તે જુથ છે.
બાપુ શું કરશે? આ પ્રશ્નનો નિવેડો ગઈકાલે આવી ગયા બાદ હવે રાજ્યસભા ચૂંટણીમાં શું થશે? આ બાબતે રાજકીય ઉત્તેજના શરૂ થઈ છે.
ભાજપની જેમ કોંગ્રેસમાં તેમને પતાવવા માટે રચાયેલા કાવતરાંમાં સામેલ થનારાઓને કેવી રીતે પતાવવા તેના દાવપેચ રાજકીય રીતે ખેલશે એમ એમની નજીકના લોકોનું કહેવું છે. આના લીધે કોંગ્રેસમાં કેટલાક અંશે ચિંતાનો માહોલ પણ સર્જાાયો છે.કોંગ્રેસના ઘણાં નેતાઓ માને છે કે વિધાનસભાની ચૂંટણીમાં ઉત્ત્।ર ગુજરાતથી લઇ મધ્ય ગુજરાત સુધીના ૩૨ વિધાનસભા મતવિસ્તારોમાં બાપુની સારી એવી પકડ છે. આ સ્થિતિમાં કોંગ્રેસને વધારે નુકશાન થઇ શકે છે. એટલું જ નહીં રાજયસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને ઊભા રાખવા કે કેમ તેના પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.