Home દેશ - NATIONAL કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને માલામાલ થઈ, 3 મહિનામાં 6800 કરોડની કમાણી...

કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને માલામાલ થઈ, 3 મહિનામાં 6800 કરોડની કમાણી કરી

18
0

(GNS),11

દેશમાં કોલસાનું મોટાપાયા પર કામ કરતી કંપનીએ તગડી કમાણી કરી છે. કોલ ઈન્ડિયા કંપનીએ કોલસો વેચીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટી કમાણી કરી લીધી છે. કંપનીના નફા વિશે વાત કરીએ તો ગયા વર્ષની તુલનામાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ ઓર્ડર આવકમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે આ સારા સમાચારને લઈને કંપનીએ દિવાળી પર રોકાણકારો માટે પણ ફાયદાની વાત વિચારી છે અને રોકાણકારો માટે 15 રૂપિયાથી વધારેનું ડિવિન્ડન્ડ આપવાની જાહેરાત પણ કરી છે. શેરબજારમાં આજે કોલ ઈન્ડિયાના શેર ફ્લેટ ભાવે બંધ થયા છે..

કોલ ઈન્ડિયાએ શુક્રવારે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. કંપનીને ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 12.5 ટકાના વધારાની સાથે 6800 કરોડ રૂપિયાનો નફો થયો છે. ત્યારે વાત આવકની કરીએ તો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 10 ટકાના વધારા સાથે 32,776.41 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. કંપની બોર્ડે ચાલુ નાણાકીય વર્ષ માટે 15.25 રૂપિયા પ્રતિ શેર વચગાળાનું ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ માટેની રેકોર્ડ ડેટ 21 નવેમ્બર નક્કી કરવામાં આવી છે..

કંપનીના એબિટડામાં 12 ટકાનો ઉછાળો આવ્યો છે અને વધીને 8,137 કરોડ રૂપિયા થયો છે. ઓપરેટિંગ માર્જિન 43 બેસિસ પોઈન્ટ વધીને 24.83 ટકા થઈ ગયો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું કુલ પ્રોડક્શન 157.43 મિલિયન ટન હતું, જે એક વર્ષ પહેલા 139.23 મિલિયન ટન અને એક ક્વાર્ટર પહેલા 175.48 મિલિયન ટન હતું. ખાણમાંથી (માઈન) ઉપાડવામાં આવેલા કોલસો 173.73 મિલિયન ટન હતો, જે એક વર્ષ પહેલા 154.53 મિલિયન ટન હતો અને છેલ્લા ક્વાર્ટરમાં 186.95 મિલિયન ટન હતો..

ત્રણ મહિના દરમિયાન અન્ય સ્ત્રોતમાંથી થતી કમાણી 1984 કરોડ રૂપિયા રહી છે. જે એક વર્ષ પહેલા 1761 કરોડ રૂપિયા હતી, જેમાં કુલ ખર્ચ 26,000 રૂપિયા હતો. જ્યારે એક વર્ષ પહેલા 23,770 કરોડ રૂપિયા હતો, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નેટ ટેક્સ ખર્ચ એક વર્ષ પહેલા 1643.49 કરોડ રૂપિયાથી વધીને 2036.51 કરોડ રૂપિયા થયો. સપ્ટેમ્બરમાં પુરા થતાં 6 મહિનાની આવક વાર્ષિક આધાર પર 6 ટકા વધી 68,759.62 કરોડ રૂપિયા થયો, જ્યારે નફો લગભગ 1 ટકા ઘટીને 14,771 કરોડ રૂપિયા થયો. કમાણી પહેલા દુનિયાની સૌથી મોટી કોલસા કંપનીના શેર 323.40 રૂપિયા પર બંધ થયા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમરાઠા આરક્ષણની માંગ વચ્ચે અજિત પવાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા
Next articleએરટેલના #ShareYourCheerએ 2011ના વર્લ્ડ કપના ગૌરવને પુનર્જીવિત કર્યું