Home દુનિયા - WORLD કોલંબિયામાં વિમાન દુર્ઘટના બાદ લાપતા થયેલા 4 બાળક જીવતા મળી આવ્યા

કોલંબિયામાં વિમાન દુર્ઘટના બાદ લાપતા થયેલા 4 બાળક જીવતા મળી આવ્યા

19
0

ફળ ખાઈને જીવતા રહ્યા બાળકો, ચાર બાળકોમાં એક 12 મહિનાનું માસૂમ

(GNS),10

કોલંબિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 40 દિવસ પહેલા એક વિમાન દુર્ઘટનામાં 4 બાળકો લાપતા થયા હતા. જેમાં એક 12 મહિનાનું માસૂમ બાળક પણ હતું. જેઓની શોધ ખોળ ચાલી પણ ક્યાંય મળ્યા ન હતા. ત્યારે આ તમામ બાળકો એમેઝોનના જંગલમાંથી જીવતા મળી આવ્યાના સમાચાર મળી રહ્યા છે. કોલંબિયા વિમાન દુર્ઘટનામાં લાપતા થયેલા ચાર બાળકોને કોલંબિયાની સેનાએ બચાવી લીધા છે. 1 મેના રોજ 7 મુસાફરોને લઈને જઈ રહેલું વિમાન કોલંબિયાના જંગલમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ સેનાના જવાનોએ અઠવાડિયા સુધી રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 4 લોકોના મોત થયા હતા. તેમના મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારે 4 બાળકો લાપતા હતા જેઓની શોધખોળ બાદ પણ ના મળી આવતા સેનાને આશંકા હતી કે તે પણ મૃત્યુ પામ્યા હશે. સેનાના જવાનો સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ચારેય બાળકો જીવિત મળી આવ્યા હતા.

કોલંબિયાના એમેઝોન રેઈનફોરેસ્ટમાં સેનાએ પાંચ અઠવાડિયા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુ હતુ. રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ જણાવ્યું હતું કે બાળકો કોલંબિયાના કાક્વેટા અને ગુવિયર પ્રાંત વચ્ચેના જંગલમાં જીવતા મળી આવ્યા છે. સેસ્ના 206 વિમાન સાન જોસ ડેલ ગુવિયારે અરાકુઆરા રાજ્યના એક શહેર અને એમેઝોનાસ રાજ્યના ગ્વાવિયર તરફ જઈ રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી જેના કારણે ક્રેશ થયુ હતુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર બાળકોમાં એકની ઉંમર 13 વર્ષ, એકની 9 વર્ષ, એકની 4 વર્ષ તો એક તો માત્ર 12 મહિનાનું માસૂમ હતું.

કોલંબિયાની સેનાએ બાળકો સાથેની એક તસ્વીર પણ શેર કરી છે. રાષ્ટ્રપતિ પેટ્રોએ એક ટ્વીટમાં કહ્યું કે દેશ માટે આ ખુશીની ક્ષણ છે. ચાર બાળકો લાપતા હતા તેમને જીવતા બચાવી લેવાયા છે. રાષ્ટ્રપતિએ 17 મેએ જ ટ્વીટ કર્યું હતું કે બાળકોને બચાવી લીધા છે, પરંતુ બાદમાં ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. રેસ્ક્યુ ઓપરેશન કરી રહેલા જવાનોએ જણાવ્યું કે બાળકોએ આખરે કેવી રીતે 40 દિવસ પોતાને જીવતા રાખ્યા. બાળકો નબળા પડી ગયા હતા. બધા બાળકો સાથે જ રહેતા હતા. ગાઢ જંગલમાં બોળકોએ કેવી રીતે પોતાની જાતને બચાવી એ આશ્ચર્યની વાત છે. રેસ્ક્યુ ટીમ જણાવ્યું હતું કે બાળકો જંગલમાં ફળ તોડીને ખાઈ રહ્યા હતા. બાળકોએ પોતાના માટે ઝાડીઓનું નાનું ઘર પણ બનાવી લીધું હતું, જ્યાંથી ચારેય બાળકો મળી આવ્યા છે. આર્મી અને એરફોર્સે બચાવ કામગીરી હાથ ધરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનની GDP શૂન્ય થઈ ગઈ પણ સંરક્ષણ બજેટમાં 13%નો વધારો
Next article700 ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાંથી દેશનિકાલની ધમકી